Site icon Revoi.in

અમેરિકા: બરાક ઓબામાએ ડોક્યુમેન્ટ્રી ‘અવર ગ્રેટ નેશનલ પાર્ક્સ’ માટે એમી એવોર્ડ જીત્યો

Social Share

દિલ્હી:અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ડોક્યુમેન્ટ્રી ‘અવર ગ્રેટ નેશનલ પાર્ક્સ’ માટે એમી એવોર્ડ જીત્યો છે.બરાક ઓબામાને Netflix ની વૃતચિત્ર શ્રુંખલા”અવર ગ્રેટ નેશનલ પાર્ક્સ” માં તેમના અવાજ માટે શ્રેષ્ઠ વાર્તાકારનો એમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.પાંચ ભાગોમાં વહેંચાયેલી આ શ્રેણીમાં વિશ્વના પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનો બતાવવામાં આવ્યા છે.તેને બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાની કંપની ‘હાયર ગ્રાઉન્ડ’ દ્વારા બનાવવામાં આવી છે.બરાક ઓબામા અમેરિકાના બીજા એવા રાષ્ટ્રપતિ છે જેમને એમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.આ પહેલા ડ્વાઈટ ડી આઈઝનહોવરને વર્ષ 1956માં વિશેષ એમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અગાઉ ઓબામાને તેમના બે પુસ્તકોના ઓડિયો સંસ્કરણ માટે ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.બરાક ઓબામાને તેમના સંસ્મરણો “ધ ઓડેસીટી ઓફ હોપ” અને “ધ પ્રોમિસ્ડ લેન્ડ”ના ઓડિયો વર્ઝન માટે ગ્રેમી મળ્યો હતો, જ્યારે વર્ષ 2020માં મિશેલને તેની પોતાની ઓડિયો બુક માટે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો.

આ જ સમારોહમાં “બ્લેક પેન્થર” સ્ટાર ચેડવિક બોસમેનને મરણોત્તર સર્જનાત્મક કલા માટે એમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.તેને આ એવોર્ડ ડિઝની પ્લસ સિરીઝ ‘વ્હાટ ઇફ…? માટે આપવામાં આવે છે.

હોલીવુડ સંવાદદાતાના જણાવ્યા અનુસાર,બોસમેન વતી તેમની પત્ની ટેલર સિમોન લેડવર્ડે શનિવારે સમારોહમાં એવોર્ડ મેળવ્યો હતો, આ સમારોહ માઇક્રોસોફ્ટ થિયેટરમાં યોજાયો હતો.