Site icon Revoi.in

હથિયાર ખરીદી મામલે અમેરિકા નંબર-1 દેશ, ભારત ચોથા ક્રમે

The Defence Research and Development Organisation (DRDO) successfully test fired the Guided PINAKA from Pokhran ranges, in Rajasthan on March 11, 2019.

Social Share

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન યુદ્ધ તથા રશિયા અને હમાસ યુદ્ધ વચ્ચે દુનિયાના અનેક દેશોમાં તણાવ ભરી સ્થિતિ છે. દરમિયાન સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, 2023માં વિશ્વના સૈન્ય ખર્ચમાં એક દાયકામાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો હતો. આ ખર્ચ ગયા વર્ષે 2.4 ટ્રિલિયન ડોલરની નવી ટોચે પહોંચ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વના ઘણા ભાગોમાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવને કારણે આ વધારો નોંધવામાં આવ્યો છે. 2009 પછી પહેલીવાર લશ્કરી ખર્ચમાં આટલો વધારો થયો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે યુક્રેન, રશિયા અને અન્ય યુરોપીયન દેશોના સૈન્ય ખર્ચમાં વધારો થયો છે. રશિયાનું લશ્કરી બજેટ 24 ટકા વધીને 109 અબજ ડોલર થયું છે. યુક્રેનનો લશ્કરી ખર્ચ પણ 51 ટકા વધીને 64.8 બિલિયન ડોલર થયો છે. સુરક્ષા પડકારોને કારણે ઈઝરાયેલે પણ તેના ખર્ચમાં 24 ટકાનો વધારો કર્યો છે, જ્યારે સાઉદી અરેબિયાએ તેના બજેટમાં 4.3 ટકાનો વધારો કર્યો છે.

એશિયામાં, જાપાન અને તાઈવાને તેમના લશ્કરી બજેટમાં 11 ટકાનો વધારો કર્યો. 916 બિલિયન ડોલરના ખર્ચ સાથે અમેરિકા સૌથી મોટો દેશ છે, જે ગયા વર્ષ કરતાં 2.3 ટકા વધુ છે. અમેરિકા પછી ચીને પોતાની સેના અને હથિયારો પર સૌથી વધુ ખર્ચ કર્યો છે. ચીને સતત 29મા વર્ષે સૈન્ય ખર્ચમાં વધારો કર્યો છે. ચીને આ વર્ષે તેનો સૈન્ય ખર્ચ 6 ટકા વધારીને 296 અબજ ડોલર કર્યો છે. અમેરિકા અને ચીન પછી 2023માં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારા દેશોમાં રશિયા ત્રીજા સ્થાને, ભારત ચોથા સ્થાને અને સાઉદી અરેબિયા પાંચમા સ્થાને છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ભવિષ્યમાં પણ બજેટ વધારવા પર વિચાર કરી શકે છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આગામી વર્ષોમાં વધુ સૈન્ય ખર્ચમાં વધારો થવાની તૈયારીમાં છે, યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત થવાની નજીક નથી. ગાઝા અને એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે સૈન્ય ખર્ચમાં વધારો થવાનો ટ્રેન્ડ જોવા મળશે. ઇઝરાયેલ અને ઇરાનમાં યુદ્ધ જેવી ચિંતાઓ છે, તેથી ભવિષ્યમાં પણ દેશો તેમની તાકાત વધારવા માટે સૈન્ય બજેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જઇ રહ્યા છે.