Site icon Revoi.in

અમેરિકાએ ઇઝરાયલની મદદ માટે મોકલ્યો યુદ્ધ કાફલો,ફાઇટર જેટ પણ કર્યા તૈયાર

Social Share

દિલ્હી: શનિવારે હમાસે ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો હતો. આ ઘાતક હુમલામાં અત્યાર સુધીમાં 700થી વધુ ઈઝરાયેલના નાગરિકો માર્યા ગયા છે. ઈઝરાયેલે પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં બીજી બાજુથી 300થી વધુ લોકો માર્યા ગયા છે. આ સિવાય હજારો લોકો ઘાયલ પણ થયા છે. સાથે જ હમાસે 100થી વધુ લોકોને બંધક બનાવ્યાનો પણ દાવો કર્યો છે. હમાસના આ હુમલા બાદ ઘણા દેશોએ ઈઝરાયેલ તરફ મદદનો હાથ લંબાવ્યો છે.

હમાસના આ હુમલા બાદ અમેરિકાએ ઈઝરાયેલને મદદ કરવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી છે. આ પછી તેણે યુદ્ધ જહાજોનો કાફલો ભૂમધ્ય સમુદ્રમાં મોકલ્યો. આ સાથે અમેરિકાએ ફાઈટર પ્લેન F-35, F-15 અને F-16ને પણ એલર્ટ પર રાખ્યા છે. અમેરિકાની આ મદદ બાદ માનવામાં આવી રહ્યું છે કે હવે હમાસનું કામ પૂર્ણ થવાનું નિશ્ચિત છે. આ સાથે એક અમેરિકન અધિકારીએ કહ્યું છે કે હમાસના આ હુમલામાં ચાર અમેરિકન નાગરિકોના પણ મોત થયા છે.

આ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હમાસના હુમલા બાદ ઈઝરાયેલના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઉભા છીએ.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ખૂબ જ સૌહાર્દપૂર્ણ સંબંધો છે અને બંનેએ ઘણી વખત એકબીજાને પોતાના સાચા મિત્ર ગણાવ્યા છે.