Site icon Revoi.in

હરિયાણાના નૂહમાં થયેલી હિંસા પર અમેરિકાએ શાંતિની કરી અપીલ – બન્ને પક્ષોથી હિંસાથી દૂર રહેવા આહવાન કર્યું

Social Share

હરિયાણાના નૂહમાં ઘાર્મિક યાત્રા દરમિાન પત્થરમારા બાદ હંસા ફાટી નીકળી હતી દેશભરમાં આ હિંસાને લઈને ચિંતા વ્યાપી છે ત્યારે હવે વિશ્વની મહાસત્તા ગણાતા દેશ અમેરિકાએ પણ હરિયાણાના નૂંહમાં શાંતિ માટેની અપીલ કરી છે અમેરિકા દ્રારા એક બયાન જારી કરીને શાંતિની અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હરિયાણાના ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં શાંતિ અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે સરકારે શનિવાર સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શાંતિ માટે હાકલ કરી અને પક્ષોને હિંસાથી દૂર રહેવા વિનંતી કરી.
આ બાબતને લઈને અમેરિકી પ્રવક્તા મેથ્યુ મિલરે બુધવારે  કહ્યું કે હંમેશની જેમ અમે હજુ પણ શાંત રહેવાની અપીલ કરીએ છીએ. તે જ સમયે, તેમણે પક્ષોને હિંસક કાર્યવાહીથી દૂર રહેવા વિનંતી કરી હતી. મિલરે વધુમાં જણાવ્યું હતું કે અમને આ વિશે ખબર નહોતી. અમેરિકાના લોકો પાસેથી સાંભળ્યું અને  ત્યારબાદ એમ્બેસીનો સંપર્ક કર્યો.
ઉલ્લેખનીય છે કે ભારતમાં જ્યારે પણ કોઈ હિંસા કે અથડામણ સર્જાય છે ત્યારે મહાસત્તા ગણાતો દેશ અમેરિકા ભારતના પડખે રહ્યું છે અને સાહનુભૂતિ દર્શાવી છે સાથે જ દરેક વખતની જેમ હરિયાણા હિંસા મામલે પણ અમેરીકા દ્રારા શાંતિ જાળવવા અને બન્ને પક્ષોને શાંત રહેવા માટે અપીલ કરી છે.આ પહેલા મણીપુરને લઈને પણ અમેરિકાએ શાંતિ જાળવવા અપીલ કરી હતી.