Site icon Revoi.in

ભારત-કેનેડાના તણાવ વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકર એન્ટની બ્લિંકન સાથે કરી શકે છે આજે મુલાકાત

Social Share

દિલ્હીઃ- ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યા બાદ તાણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે કેનેડાએ આ હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો જો કે ભારતે પણ કેનેડાની વાતને નકારી કાઢીને વળતો જવાબ આપ્યો છે ત્યારે હવે આ સ્થિતિ વચ્ચે અમેરિકા પણ ભારતની તરફેણમાં આવ્યું હતુ ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકર આજરોજ ગુરુવારે  અમેરિકી મંત્રી એન્ટનિ બ્લિંકન સાથે મુલાકાતે કરી શકે છે.

 વિદેશ મંત્રી એસ જયશંકર યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકનને મળશે. આ બેઠક ગુરુવારે થવાની હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉલ્લએખનીય છે  કે આ વર્ષે જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાના કારણે કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા નથી ચાલી રહ્યા ત્યારે બન્ને મંત્રીઓની આ મુલાકાત કેનેડાને ઝટકો આપી શકે છે.
એસ જયશંકર અને એન્ટની બ્લિંકન વચ્ચેની બેઠક અંગે બંને પક્ષોના અધિકારીઓ મૌન જાળવી રહ્યા છે. મીટીંગના એજન્ડાને લઈને કોઈ સ્પષ્ટ જાણવા મળ્યું નથી કે આ મિટિંગ કયા મુદ્દાઓ પર આઘારિત છે . જો કે એવું માનવામાં આવે છે કે આ બેઠક દરમિયાન અમેરિકા તેના જૂના મિત્રો રહેલા ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા માટે ચોક્કસપણે આ મુદ્દો ઉઠાવી શકે છે.
Exit mobile version