Site icon Revoi.in

બીજેપીના જોરદાર પ્રચાર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી આજે ગુજરાતમાં રેલી યોજીને કરશે ચૂંટણી પ્રચાર

Social Share

અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી પોચાના અનેક નેતાઓને ચૂંટણી પ્રચારમાં લગાવ્યા છે પ્રધાનમંત્રી મોદી પોતે પણ ચૂંટણીના પ્રચાર મેદાનમાં આવ્યા છએ ત્યારે બીજેપીના જોરદાર પ્રચાર વચ્ચે આજથી કોંગ્રેસનાના નેતા રાહુલ ગાંઘી પણ ગુજરાતમાં પોતાનો પ્રચટાર શરુ કરશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજરોજ સોમવારે તેમની પ્રથમ રેલી કરવા જઈ રહ્યા છે. હાલમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ભાજપના ગઢ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમ વખત ચૂંટણી રેલીઓને સંબોધીત કરતા જોવા મળશે. રાહુલ ગાંધીના ગુજરાત ચૂંટણીમાં ભાગ ન લેવાને કારણે ભાજપ કોંગ્રેસની નિશ્ચિત હારનો દાવો સતત કરી રહી છે.જો કે બીજેપીની કેટલીક હદે વાત સાચી જણાઈ રહી છે કારણ કે બીજેપીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે.

ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સરકારમાં છે. આ વખતે પણ પાર્ટીએ જીત માટે પૂરી તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ જોરશોરથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે.ત્યારે આજથી કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી રહી છે.રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા છોડી આજે સોમવારે ગુજરાતમાં રેલી કરશે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધી રાજકોટ અને સુરતમાં એક-એક રેલીને સંબોધિત કરશે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી પાર્ટીની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધીએ અત્યાર સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં એકેય ચૂંટણી કાર્યક્રમ કર્યા નહોતા આજે પ્રથમ વખતે તેઓ ગુજરાતમાં ચૂંટણી માટેનો પ્રચાર કરશે.