Site icon Revoi.in

રાજસ્થાન:અમિત શાહે ‘સહકાર કિસાન સંમેલન’માં ખેડૂતોને સંબોધન કર્યું

Social Share

દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ગંગાપુર શહેરમાં ‘સહકાર કિસાન સંમેલન’ ને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે મોદી સરકારે ખેડૂતોના ઉત્થાન માટે લીધેલા પગલાંની વાત કરી હતી. ભાજપ સરકારે ખેડૂતોનું માન વધાર્યું છે.ભાજપ સરકારે ખેડૂતોનું માન વધાર્યું છે. ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી હતી. મોદીજીએ ખેડૂતોના ખાતામાં 6-6 હજાર રૂપિયા નાખીને કિસાન  મિત્ર તરીકે કામ કર્યું. અમિત શાહે સ્ટેજ પરથી કહ્યું કે ખેડૂતો ઈચ્છે છે કે 2024માં મોદીજી ફરીથી વડાપ્રધાન બને.

અમિત શાહે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આજકાલ રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતજીને લાલ રંગની ડાયરીથી ખૂબ ડર લાગે છે, કારણ કે તે ડાયરીમાં ઘણા રહસ્યો છુપાયેલા છે. ડાયરી ભલે લાલ રંગની હોય, પરંતુ તેની અંદર કાળા કારનામા અને  અબજો ભ્રષ્ટાચારની કાચી ચીઠી છે. “રાજસ્થાનના લોકોને વિનંતી છે કે તેઓ ઘરમાં લાલ ડાયરી ન રાખે, નહીં તો ગેહલોતજી ગુસ્સે થઈ જશે.

અમિત શાહે વધુમાં કહ્યું કે રાજસ્થાનમાં ખેડૂતોને વીજળી નથી મળી રહી. રાજ્યના ખેડૂતો મોંઘા ભાવે વીજળી ખરીદવા મજબૂર બન્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ ખેડૂતો વિજળી માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. અમિત શાહે કહ્યું કે 2024 પહેલા ભાજપે રાજસ્થાનમાં સરકાર બનાવવી જોઈએ. પછી મોદીના હાથ મજબૂત કરો.

અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે, સહકાર મંત્રાલયની વિવિધ પહેલ દ્વારા કરોડો ખેડૂતોના જીવનને નવી દિશા મળી રહી છે. કોંગ્રેસની સરકારે ખેડૂતો માટે કંઇ જ કર્યું નથી, જ્યારે ભાજપ સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેક પગલાં ભર્યા છે.કોંગ્રેસની સરકારમાં કૃષિ બજેટ 22 હજાર કરોડ રૂપિયા હતું, જે મોદીજીએ 6 ગણું વધારીને 1,25,000 કરોડ રૂપિયા કરી દીધું છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે રાજસ્થાને 2014 અને 2019ની લોકસભા ચૂંટણી બંનેમાં મોદીજીના ખિસ્સામાં તમામ બેઠકો મૂકી દીધી હતી. 2024માં પણ જનતા ફરી તમામ બેઠકો જીતશે. આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા યોજાનારી 2023ની વિધાનસભા ચૂંટણીમાં પણ જનતા સરકાર બદલવા માટે તૈયાર છે.

ચંદ્રયાન-3ની સફળતા પર અમિત શાહે કહ્યું કે, મોદીજીના નેતૃત્વ અને વૈજ્ઞાનિકોના અથાક પરિશ્રમના કારણે દેશે થોડા દિવસ પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તિરંગો લહેરાવ્યો છે.તેનાથી સમગ્ર દેશની અંદર નવી ઊર્જા અને નવા આત્મવિશ્વાસનો સંચાર થયો છે. સેંકડો વર્ષો સુધી ચંદ્રનો દક્ષિણ ધ્રુવ એક રહસ્ય જ રહ્યો હતો, ત્યાં કોઈ પહોંચ્યું નહોતું. મોદીજીએ દેશના અંતરિક્ષ મિશનને એક નવી ગતિ આપી, જેના કારણે ભારત દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો પ્રથમ દેશ બની ગયો.

Exit mobile version