Site icon Revoi.in

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન FIAF અવોર્ડથી સમ્માનિત – આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા

Social Share

મુંબઈ – અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઇવ્સ એવોર્ડ્સથી સમ્માનિત કરવામાં આવ્યા છે, શુક્રવારની સાંજે એક વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં હોલીવુડના ફિલ્મમેકર્સ માર્ટિન સ્કોર્સેસ અને ક્રિસ્ટોફર નોલને ઇવેન્ટમાં એવોર્ડ્સ રજૂ કર્યા હતા.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ એવોર્ડથી નવાજાયેલા પ્રથમ ભારતીય બન્યા છે. દર વર્ષે આ ફંક્શનમાં, ફિલ્મ જગત સાથે સંકળાયેલા તે લોકોને સન્માન આપવામાં આવે છે, જે કોઈને કોઈને કોઈ રીતે ફિલ્મથી સંબંધિત વસ્તુઓ બચાવવામાં મદદ કરે છે.

અમિતાભ બચ્ચને આ  ફઓટોઝ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ સાથે જ તેમણે લખ્યું – “હું એફઆઈએએફ એવોર્ડ 2021 માટે ખૂબ જ સન્માન અનુભવી રહ્યો છું. એફઆઈએએફ અને માર્ટિન સ્કોર્સેસ અને ક્રિસ્ટોફર નોલનનો આભાર. ભારતની ફિલ્મી હેરિટેજને બચાવવા માટેની અમારી પ્રતિબદ્ધતા અડગ છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન તેમની ફિલ્મોને બચાવવા દેશવ્યાપી આંદોલન બનાવવાના પ્રયત્નો ચાલુ રાખશે. ‘

ટેનેટ ડિરેક્ટર ક્રિસ્ટોફરે અમિતાભ સાથેની તેમની મીટિંગ યાદ કરી અને કહ્યું કે, “થોડા વર્ષો પહેલા ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં મને ભારતીય સિનેમાના લીજેન્ડને મળવાનો મોકો મળ્યો. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના એમ્બેસેડર તરીકે, અમિતાભ બચ્ચને ફિલ્મોની જાળવણીમાં મહત્વનું કામ કર્યું છે. આ જ કારણ છે કે એફઆઈએએફની કારોબારી સમિતિએ સર્વાનુમતીથી બચ્ચનને આ વર્ષનો એવોર્ડ આપવા માટે મતદાન કર્યું

સાહિન-