Site icon Revoi.in

દેશની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રથમ સ્થાન પર, નીતા અંબાણી બીજા સ્થાને- ફોર્ચ્યૂન ઈન્ડિયા

Social Share

દિલ્હીઃ- તાજતરમાં ફોર્ચ્યૂન ઈન્ડિયાએ 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે,જેમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની સૌથી શક્તિશાળી મહિલા તરીકે ઊભરી આવ્યા છે, જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી આ યાદીમાં બીજા સ્થાન પર જોવા મળ્યા  છે.

ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં ભારતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્ય સ્વામીનાથન ત્રીજા, બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરમેન કિરણ મઝુમદાર ચોથા અને ભારત બાયોટેકના સહ-સ્થાપક અને સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઈલા પાંચમા ક્રમે જોવા મળ્યા છે.

નિર્મલા સીતારમણે લોકડાઉનના સમયે સતત મંત્રી તરીકે ફરજ નિભાવી

ફોર્ચ્યુને આ યાદી જારી કરતા મંત્રી સીતારમણ વિશે કહ્યું છે કે માર્ચ 2020માં લોકડાઉન લાગુ થયાના 36 કલાક પછી પ્રેસ કોન્ફરન્સ કરનાર તે પ્રથમ કેન્દ્રીય મિહાલ મંત્રી બન્યા છે. જે સમયે આખો દેશ કોરોના મહામારીનો સામનો કરવા અને અર્થવ્યવસ્થાને સુધારવા માટે સરકારની યોજનાઓ વિશે જાણવા માંગતો હતો. તે ભયાનક સમયમાં તેમણે નાણામંત્રી તરીકેની  પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે.તે માટે તેઓ આ યાદીમાં મોખરે જોવા મળ્યા છે.

નિતા અંબાણીએ કોવિડની સ્થિતિમાં ગરીબોની મદદ કરી

નીતા અંબાણી વિશે એવું કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2020 માં લોકડાઉન દરમિયાન, તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમ સાથે બેઠક કરી હતી અને તે જાણવાનો પ્રયત્ન કર્યો કે ગરીબ લોકો આ મહામારીથી કેટલા પ્રભાવિત થશે.આ પછી, તેણે મુંબઈમાં બીએમસી સાથે જોડાણ કર્યું, જે 50 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવા માટે જવાબદાર હતી. ત્યારબાદ તેની ક્ષમતા વધારીને 2 હજાર બેડ કરવામાં આવી. ઓક્સિજનનો પુરવઠો પણ વધાર્યો હતો અને સારવાર પણ મફત હતી.

આ સાથે જ આ ટોપટેનની યાદીમાં આ મહિલા વેટરન્સ પણ  સ્થાન ધરાવે છે જેમાં 6ઠ્ઠા નંબર પર અરુંધતિ ભટ્ટાચાર્ય ચેરપર્સન, સેલ્સફોર્સ ઈન્ડિયા 7માં સ્થાને ગીતા ગોપીનાથ મુખ્ય અર્થશાસ્ત્રી, IMF 8મા નંબરે ટેસી થોમસ ડિરેક્ટર જનરલ, એરોનોટિક્સ સિસ્ટમ્સ, DRDO 9મા નંબર પર રેખા એમ મેનન ચેરપર્સન, એક્સેન્ચર ઇન્ડિયા, અને 10મું સ્થાન રેડ્ડી સિસ્ટર્સ એપોલો હોસ્પિટલ્સને મળ્યું છે.