કેન્દ્રીય બજેટ વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને નવો વેગ અને ઊર્જા આપનારુંઃ ભુપેન્દ્ર પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024-25 ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વ્યકત કર્યો છે. લોકસભામાં રજુ થયેલુ આ વચગાળાનુ બજેટ સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી-સર્વસ્પર્શી બજેટ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @૨૦૪૭ ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને નવો […]