Site icon Revoi.in

ઉદ્યાન ઉત્સવ-2 હેઠળ સ્વતંત્રતા દિનના બીજે દિવસથી હવે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન સામાન્ય જનતા માટે ખુલ્લુ મૂકાશે

Social Share
ભારતમાં  ઘણા વિવાદિત મુગલના શાસન દરમિયાનના શહેરો કે રેલ્વે સ્ટેશનના નામો બદલવામાં આવી રહ્યા છે તે શ્રેણીમાં હવે  રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલીને થોડા સમય પહેલા જ અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું છે આ ગાર્ડનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ મુર્મુ દ્રારા જાન્યુઆરીના અંતમાં કરવામાં આવ્યું હતું ત્યારે હવે દેશની જનતા માટે સારા સમાચાર સામે આવ્યા છે ટૂંક સમયમાં આ અમૃત ઉદ્યાન સામાન્ય લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવશે.
રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત ‘અમૃત ઉદ્યાન’ 16 ઓગસ્ટથી એક મહિના માટે સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિના સચિવાલયે ગુરુવારે એક  યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે ઉદ્યાન ઉત્સવ-II અંતર્ગત ‘અમૃત ઉદ્યાન’ 16 ઓગસ્ટથી એક મહિના લોકો માટે ખુલ્લું રહેશે. 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવા માટે તે ફક્ત શિક્ષકો માટે ખુલ્લું રહેશે.જો કે દર સોમવારે આ ઉદ્યાન બંઘ રાખવામાં આવશે.
ઉદ્યાન ઉત્સવ-II નો ઉદ્દેશ્ય મુલાકાતીઓને ઉનાળાના વાર્ષિક ફૂલોનું પ્રદર્શન કરવાનો છે. પ્રવાસીઓ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી બગીચાઓની મુલાકાત લઈ શકે છે જેમાં અહી આવવાની છેલ્લી એન્ટ્રી સાંજે 4 વાગ્યે થશે. નોર્થ એવેન્યુ પાસે રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35 થી પ્રવેશ થશે. 7 ઓગસ્ટ, 2023થી રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ https://visit.rashtrapatibhavan.gov.in/   પર ઓનલાઈન બુકિંગ કરી શકાશે. વોક-ઇન મુલાકાતીઓ ગેટ નંબર 35 નજીક સ્થિત સેલ્ફ સર્વિસ કિઓસ્કમાંથી પાસ મેળવી શકે છે.આ સાથે જ  અમૃત ઉદ્યાનમાં પ્રવેશ મફત છે.
રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે આકર્ષણનું મોટું કેન્દ્ર છે.અહીં બ્રિટિશ અને મુગલ બંને ગાર્ડનની ઝલક જોઈ શકાય છે.તેને બનાવવા માટે, એડવિન લ્યુટિયન્સે સૌ પ્રથમ દેશ અને વિશ્વના બગીચાઓનો અભ્યાસ કર્યો.આ બગીચામાં રોપા વાવવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ ગાર્ડનની વાત કરીએ તો તે 15 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં તમને 138 પ્રકારના ગુલાબ, 15 હજારથી વધુ ટ્યૂલિપ બલ્બ અને 5 હજારથી વધુ પ્રકારના મોસમી ફૂલો જોવા મળશે. આ ફૂલોની માહિતી માટે નિષ્ણાતો પણ હાજર છે. તે જ સમયે, મોટાભાગના વૃક્ષો પર QR કોડ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેને મોબાઇલથી સ્કેન કરી શકાય છે અને તમે આ વૃક્ષો વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો.ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઉદ્યાન ઉત્સવ-1 અંતર્ગત અમૃત ઉદ્યાન 29 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી ખોલવામાં આવ્યું હતું, જેની 10 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.