Site icon Revoi.in

રશિયામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી

Social Share

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ યુક્રેનથી તો ભારતીય વિદ્યાર્થીઓને પરત ફરવું પડ્યું પણ રશિયામાં ભણતા વિદ્યાર્થીઓને પરત ફરવાનો સમય નહી આવે. જાણકારી અનુસાર રશિયામાં ભારતીય એમ્બેસીએ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે શુક્રવારે એક એડવાઈઝરી જારી કરી છે અને કહેવામાં આવ્યું છે કે હાલ તેમને એવું કોઈ સુરક્ષા કારણ નથી દેખાતું, જેનાથી વિદ્યાર્થીઓએ રશિયા છોડવાની જરૂર પડે. એમ્બેસીએ ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને સંબંધિત ઓથોરિટી સાથે સંપર્કમાં છે.

રશિયા સ્થિત ભારતીય એમ્બેસીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે યુક્રેન સામે રશિયાનું સૈન્ય અભિયાન ચાલુ રહેવાથી અને અમેરિકા સહિત ઘણા યુરોપીયન દેશો દ્વારા આર્થિક પ્રતિબંધોની જાહેરાતના કારણે ઉત્પન્ન સ્થિતિને જોતાં રશિયાની યુનિવર્સિટીઓમાં ભણતા ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ આ દેશમાં રોકાવાને લઈને સલાહ માગી હતી.

 

એમ્બેસીએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, રશિયાથી ભારત માટે સીધો ઉડાન સંપર્ક તથા રશિયન બેન્કિંગ સેવાઓમાં કોઈ અડચણ આવી રહી છે અને તેને લઈને જો વિદ્યાર્થીઓની કોઈ ચિંતા છે અને તે તેના કારણે ભારત પાછા આવવા ઈચ્છે છે, ત્યારે તેઓ એવું કરી શકે છે. એડવાઈઝરીમાં કહેવાયું છે કે, એમ્બેસી બધા વિદ્યાર્થીઓને આશ્વાસન આપવા ઈચ્છે છે કે, અમે એવું કોઈ સુરક્ષા કારણ નથી જોઈ રહ્યા, જેનાથી તેમણે રશિયાથી જવું પડે.

એકેડેમિક પ્રગતિના સંબંધમાં ભારતીય એમ્બેસીએ કહ્યું કે, ઘણી યુનિવર્સિટીઓએ એમ્બેસીને સૂચિત કરી છે કે તેમણે ઓનલાઈન શિક્ષણ માટે પહેલેથી જ જરૂરી વ્યવસ્થા કરી લીધી છે અને વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, કોઈ અડચણ વિના પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે સંબંધિત યુનિવર્સિટીઓ સાથે વિવેક મુજબ પગલું ભરે.

Exit mobile version