1. Home
  2. Tag "indian students"

અમેરિકામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓએ મિત્રો બનાવવામાં સાવધાની રાખવીઃ ઈન્દિરા નૂઈ

નવી દિલ્હીઃ પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દિરા નૂઈએ અમેરિકામાં રહેતા અને અમેરિકા જવાની તૈયારી કરી રહેલા ભારતીયોને સલાહ આપી છે કે, તેઓ અમેરિકામાં ખુબ સાવધાની સાથે રહે અને સ્થાનીય કાયદાઓનું પાલન કરે. ભારતીય યુવા અમેરિકા આવીને ડ્રગ્સ તથા અન્ય કોઈ પણ નશાથી દૂર રહે છે. હાલના સમયમાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય ઘટનાઓ બની રહી છે. […]

બ્રિટનની યુનિવર્સિટીસમાં ભારતીય વિદ્યાર્થીઓમાં 4% ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ભણતર પૂર્ણ કર્યા બાદ બ્રિટનમાં વર્ક વિઝાને લઈને ચાલી રહેલી સમીક્ષા અને સરકાર દ્વારા ફંડેડ સ્કોલરશીપ પર નિર્ભર વિદ્યાર્થીઓ પર પ્રતિબંધો વચ્ચે ગુરુવારે કેટલાંક નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર બ્રિટનની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ […]

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર થઈ રહેલા હિંસા સહન નહીં કરાયઃ વ્હાઈટ હાઉસ

નવી દિલ્હીઃ અમેરિકામાં ભારતીય  વિદ્યાર્થીઓ ઉપર તાજેતરમાં થયેલા હુમલા મામલે વ્હાઈટ હાઉસે ચિંતા વ્યક્ત કરી છે. વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે, વંશ, લિંગ તથા અન્ય કારણોને આગળ ધરીને કરવામાં આવતી હિંસા બિલકુલ બર્દાશ્ત નહીં કરવામાં આવે, અમેરિકા તેને સ્વિકારતું નથી. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના જ્હોન કિબ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમનું […]

કેનેડા ના નહીં,હવે યુકે-ઓસ્ટ્રેલિયાના ઝડપથી મળશે વિઝા,ભારતીય વિદ્યાર્થીઓની વધી માંગ

દિલ્હી:આતંકવાદી હરદીપ નિંજજર બાદ કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે તેની સીધી અસર કેનેડાની શૈક્ષણિક સંસ્થાઓ પર પણ જોવા મળી રહી છે. કેનેડિયન બ્યુરો ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશનના અહેવાલમાં જણાવાયું છે કે 2023 માટે કેનેડિયન યુનિવર્સિટીઓ તરફ નજર રાખતા 20 ટકા ભારતીય વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.અહેવાલમાં જાણવા મળ્યું છે કે […]

અમેરિકાએ દિલ ખોલીને ભારતીય વિદ્યાર્થીઓને આપ્યા વિઝા, ટ્વીટ કરી પાઠવ્યા અભિનંદન

દિલ્હી:ભારતમાં યુએસ એમ્બેસીએ આ વર્ષે જૂનથી ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ 90 હજાર સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે. અમેરિકાએ 3 મહિનાના સમયગાળામાં ભારતીય વિદ્યાર્થીઓને આટલી મોટી સંખ્યામાં વિઝા અગાઉ ક્યારેય આપ્યા ન હતા. અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને કેટલી પ્રાધાન્યતા આપી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિશ્વનો દરેક ચોથો વિદ્યાર્થી જેને અમેરિકન સ્ટુડન્ટ વિઝા […]

ફ્રાન્સે ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી ભેટની જાહેરાત કરી,30 હજાર વિદ્યાર્થીઓને થશે ફાયદો

દિલ્હી:ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને એક સારા સમાચાર હેઠળ ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી ભેટની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ મુલાકાતના દિવસો પછી મેક્રોને ભારતીય વિદ્યાર્થીઓ માટે પાંચ વર્ષના શેંગેન વિઝાની જાહેરાત કરી હતી. ફ્રાન્સે મંગળવારે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ હેઠળ ભૂતપૂર્વ ભારતીય વિદ્યાર્થીઓને પાંચ વર્ષના શેંગેન વિઝા આપવામાં આવશે. આ અંતર્ગત […]

કેનેડાએ સપ્ટેમ્બર સત્ર માટે 3,000 ભારતીય વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કર્યા

કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને વધુ એક ઝટકો આપ્યો સપ્ટેમ્બર સત્ર માટે 3,000 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા દિલ્હી: કેનેડાએ ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર શૈક્ષણિક સત્રને બદલે ભારતીય વિદ્યાર્થીઓને જાન્યુઆરીમાં બોલાવવામાં આવશે એટલે કે સપ્ટેમ્બર સત્ર માટે આ વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ત્રણ હજાર ભારતીય વિદ્યાર્થીઓએ ઓગસ્ટમાં કેનેડા જવાની […]

કેનેડામાંથી 700 ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે નહીં,ટ્રુડો સરકારે દેશનિકાલ મોકૂફ રાખ્યો

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને રાહત 700 વિદ્યાર્થીઓના દેશનિકાલના આદેશ પર મૂક્યો પ્રતિબંધ   ટ્રુડો સરકારે દેશનિકાલ રાખ્યો મોકૂફ  દિલ્હી : કેનેડાની સરકારે આમ આદમી પાર્ટીના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીની વિનંતી પર 700 ભારતીય વિદ્યાર્થીઓના દેશનિકાલને રોકવાનો નિર્ણય લીધો છે. સાહની વર્લ્ડ પંજાબી ઓર્ગેનાઈઝેશનના ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ પણ છે. વિક્રમજીત સિંહ સાહનીએ કહ્યું કે તેમની વિનંતી પર ભારતીય હાઈ […]

ઈમ્પીરીયલ કોલેજ લંડનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન માટે રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), વડા પ્રધાન કાર્યાલય, કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ વિભાગના રાજ્ય પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે યુકેમાં ઇમ્પિરિયલ કૉલેજ લંડનની મુલાકાત લીધી હતી અને કૉલેજમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું […]

યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓને સરકાર એમબીબીએસ એક્ઝામનો વન ટાઈમ ઓપ્શન આપશે

યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ફાયદો  સરકાર એમબીબીએસ એક્ઝામનો વન ટાઈમ ઓપ્શન આપશે દિલ્હી : યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને MBBSની ફાઈનલ પરીક્ષા (ભાગ 1 અને ભાગ 2) પાસ કરવા માટે વન ટાઇમ ઓપ્શન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પરત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code