Homeગુજરાતીખોરાકઉનાળાની ગરમીમાં આપશે ઠંડક: ટ્રાય કરો કાચી કેરી મસાલા મોજીતો

ઉનાળાની ગરમીમાં આપશે ઠંડક: ટ્રાય કરો કાચી કેરી મસાલા મોજીતો

મે મહિનાની કાળઝાળ ગરમી અને લૂ વચ્ચે શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે આપણે લીંબુ શરબત કે છાશ પીતા હોઈએ છીએ, પરંતુ જો તમારે કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરવું હોય, તો ‘કાચી કેરીનો મોજીતો’ શ્રેષ્ઠ વિકલ્પ છે. જાણીતા શેફ કુણાલ કપૂરે આ ઉનાળા માટે એક ખાસ ‘ટેંગી’ અને રિફ્રેશિંગ ડ્રિંકની રેસીપી શેર કરી છે.

  • સામગ્રી

કાચી કેરી : 2 નંગ (મીડિયમ સાઈઝ)
ખાંડ: 4 મોટી ચમચી
તાજા પુદીનાના પાન: 1 કપ
મસાલા: લાલ મરચું (અડધી ચમચી), ચાટ મસાલો (3/4 ચમચી), સંચળ (અડધી ચમચી), શેકેલું જીરું (ક્રશ કરેલું)
સોડા: ઠંડી સોડા વોટર (ટોપ-અપ માટે)
પાણી: અડધો કપ

  • બનાવવાની રીત

સૌ પ્રથમ કાચી કેરીને ધોઈ, છોલીને તેના પાતળા સ્લાઈસ કરી લો જેથી તે ઝડપથી બફાઈ જાય. એક પેનમાં અડધો કપ પાણી ગરમ કરી તેમાં કેરીના ટુકડા નાખો. કેરી એકદમ નરમ થઈ જાય અને પાણી સુકાઈ જાય ત્યાં સુધી તેને પકાવો. બફાયેલી કેરી ઠંડી થાય એટલે તેને મિક્સર જારમાં લો. તેમાં ખાંડ અને પુદીનાના પાન ઉમેરી ફાઈન પેસ્ટ (પ્યુરી) બનાવી લો. એક સર્વિંગ ગ્લાસમાં 2 મોટી ચમચી આ તૈયાર કરેલી કેરીની પ્યુરી લો. તેમાં શેકેલું જીરું, લાલ મરચું, ચાટ મસાલો અને સંચળ ઉમેરો. ગ્લાસમાં થોડી ઠંડી સોડા નાખીને બધું બરાબર હલાવી લો (Stir). ત્યારબાદ ઉપરથી બાકીની ચિલ્ડ સોડા ઉમેરી ગ્લાસ ભરી લો. મહેમાનોને પીરસતી વખતે ગ્લાસની ઉપર કાચી કેરીની એક સ્લાઈસ અને પુદીનાના પાનથી સજાવટ કરો. જો તમે હેલ્થ કોન્શિયસ હોવ, તો ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ પણ કરી શકો છો.

  • આ ડ્રિંકના ફાયદા

ઇન્સ્ટન્ટ એનર્જી: કાચી કેરી અને ખાંડનું મિશ્રણ થાક ઉતારી તરત સ્ફૂર્તિ આપે છે.
પાચનમાં મદદરૂપ: સંચળ, જીરું અને પુદીનો પાચનતંત્ર માટે ઉત્તમ છે.
ડિહાઈડ્રેશનથી બચાવ: ઉનાળામાં લૂ સામે રક્ષણ આપે છે અને શરીરને ઠંડક પહોંચાડે છે.

સંબંધિત લેખો

Most Popular