Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ અંગે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ પરંતુ આમંત્રણ ન મળતા ઉદ્ધવ ઠાકરે નારાજ

Social Share

 

મુંબઈ- મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન જોરશોર માં શરૂ છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે  વિતેલા દિવસને મંગળવારે મરાઠા આરક્ષણ પર સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠક ને લઈને  હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ બેઠક પર નિશાન સાધ્યું છે.

મરાઠા આરક્ષણને લઈને મંગળવારે મહારાષ્ટ્ર કેબિનેટની સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. રાઉતે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં માત્ર મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

મરાઠા આરક્ષણ પર, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી કહે છે, ‘ઉદ્ધવ ઠાકરેએ મરાઠા આરક્ષણ પર ચાલી રહેલા આંદોલનને સમર્થન આપ્યું છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે તેના પર જલ્દી નિર્ણય લેવામાં આવે. દેશદ્રોહીઓ પાસેથી તમે શું અપેક્ષા રાખી શકો? મહારાષ્ટ્રને પ્રગતિશીલ અને સર્વસમાવેશક રાજ્ય ગણવામાં આવે છે. સીએમ અને ડેપ્યુટી સીએમએ મરાઠા લોકોને ઘણા વચનો આપ્યા હતા. આ આંદોલન એટલા માટે છે કારણ કે તેણે પોતાનું વચન તોડ્યું છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ મરાઠા આરક્ષણને લઈને મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ સમય દરમિયાન, મરાઠા સમુદાયને અનામત આપવા અંગે ન્યાયમૂર્તિ સંદીપ શિંદે સમિતિના વચગાળાના અહેવાલને કેબિનેટ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઉપરાંત, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પછાત વર્ગ આયોગ મરાઠા સમુદાયની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે નવો ડેટા એકત્રિત કરશે.