Site icon Revoi.in

પીએમ મોદીના યુનિફોર્મ સિવિલ કોડ પર નિવેદન બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડેની ઈમરજન્સી બેઠક મળી, લીધો આ ખાસ નિર્ણય

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  યુનિફોર્મ સિવિલ કોડને લઈને એક નિવેદન આપ્યું હતુ જેમાં પીએમ મોદીના આ નિવદેન બાદ તાત્કાલિક ઘોરણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ગઈકાલે રાત્રેબેઠક બોલાવી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરનારાઓ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ કેટલાક લોકોને તેમના હિત માટે ઉશ્કેરે છે. યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ છે દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદો હોવો, જે ધર્મ પર આધારિત નથી. ત્યાર બાદ મુસ્લિમ પર્સનલ લો એ આ બેઠક બોલાવાનો નિર્ણય લીધો હતો.

જાણકારી અનુસાર યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની આ બેઠક લગભગ 3 કલાક સુધી ચાલી હતી એમ જણાવાઈ રહ્યું છે.મળેલસી બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન બોર્ડ સાથે જોડાયેલા વકીલોએ પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો.

Exit mobile version