Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય – પુત્રીઓ પણ પિતાની સંપત્તિમાં બરાબર હકદાર -પુત્ર માત્ર લગ્ન સુધી પરંતુ દિકરીઓ હંમેશા દિકરી જ રહે છે

Social Share

કોર્ટ એ પોતોના ખાસ વાતમાં કહ્યું હતું કે, પુત્રીઓ હમેંશો પુત્રીઓ જ રહે છે,ત્યારે પુત્ર તો માત્ર લગ્ન સુઘી જ પુત્ર રહે છે, એટલે કે વર્ષ 2005મા કરવામાં આવેલા સંશોધન પહેલા પણ કોઈ પણ પિતાનું મૃત્યુ થઈ ગયુ હોય તો પણ પિતાની સંપત્તીમાંથી પુત્રની બરાબર જ પુત્રીને પણ હક આપવામાં આવશે

સુપ્રિમ કોર્ટ એ એક મહત્વનો નિર્ણય લીધો છે જે મુજબ પિતાની તમામ પ્રોપર્ટી પર પુત્રીઓને પણ બરાબરની ભાગીદારી મળશે, જસ્ટિસ અરુણ મિશ્રાની ખંડપીઠ દ્વારા લેવામાં આવેલા આ મહત્વના નિર્ણયમાં સાફ રીતે કહેવામાં આવ્યું છે કે ઉત્તરાધિકાર કાદયો 2005 મા સુધારણાની વ્યાખ્યા છે.

સુપ્રિમ કોર્ટએ આ લીધેલા નિર્ણય હેઠળ એ વાત ચોખ્ખી કરી છે કે,5 સપ્ટેમ્બર વર્ષ 2005ના રોજ સંસદ એ અવિભાજીત હિન્દુ પરિવારના ઉત્તરાધિકાર કાયદામાં સુધારો કર્યો હતો, આ કાયદા હેઠળ પિતાની સંપત્તીમાં પુત્રીઓને બરાબરની ભાગીદાર ગણવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ એ પોતાના નિર્ણય દ્વારા સ્પષ્ટ કર્યું છે કે 5 સપ્ટેમ્બર 2005 ના રોજ સંસદે અવિભાજિત હિંદુ પરિવારના અનુગામી કાયદામાં સુધારો કર્યો હતો. આના માધ્યમથી પુત્રીને પિતૃ સંપત્તિમાં સમાન હિસ્સો માનવામાં આવતો હતો. આ સ્થિતિમાં આ સુધારો 9 સપ્ટેમ્બર, 2005 ના રોજ અમલમાં આવ્યા પહેલા પણ જો કોઈ વ્યક્તિનું મોત થઈ ગયું હોય અને તેની મિલકતનો ભાગ પાછળથી કરવામાં આવી રહ્યો હોય તો પણ આ પ્રકારની કીસ્સામાં દિકરીઓને બરાબરનો ભાગ આપવાનો રહેશે.

આ મામલે જો તેના ઈતિહાસને જોઈએ તો વર્ષ 1985મા જ્યારે એનટી રામારાવ આંઘ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા,તે સમયે તેમણે પિતાની મિલકતમાંથઈ પુત્રીઓને બરાબર ભાગઆપવાના કાયદાને પસાર કર્યો હતો, તેના બરાબર 20 વર્ષ બાદ સંસદ એ વર્ષ 2005મા તેનુ જ અનુકરણ કરતા સમગ્ર દેશભર માટે તમામ પુત્રીઓને પિતાની સંપત્તીમાં બરાબરીનો ભાગ આપવાનો કાયદો પાસ કર્યો.

આ સમગ્ર બાબત ભાઈ બહેન વચ્ચે મિલકતના ભાગને લઈને સામે આવી હતી,આ કેસમાં પોતાના ભાઈઓએ તેમની બહેનને ભાગ આપવાનો ઈન્કાર એમ કહીને કર્યો હતો કે તેના પિતાનું મોત 9 સપ્ટેમ્બર વર્ષ 2005, પહેલા થયુ હતું તેથી તેની બહેનને મિલકતમાં ભાગીદારી આપવાથી મનાઈ કરી હતી,ત્યારે કોર્ટએ આ પ્રકારના નિર્ણય પર આવવું પડ્યું હતું.

પુત્રી બાબતે કોર્ટ એ શું કહ્યું -જાણો

સુપ્રીમ કોર્ટ એ પોતાના નિર્ણયથઈ એ વાત સાફ કરી દીધી છે કે, 9 સપ્ટેમ્બર પહેલા જો કોઈ પણ પિતાનું મૃત્યુ થયું હોય તેવી સ્થિતિમાં પણ પુત્રીઓને પુત્રની જેમ મિલકતમાં બરાબર ભાગ મળશે, સુપ્રીમ કોર્ટ એ પોતોની વાતમાં કહ્યું કે,દિકરીઓ સમગ્ર જીવનભર તેના માતા-પિતાને પ્યાર કરે છે,એક દિકરીના જન્મથી લઈને મૃત્યુ સુધી તે તેના માતા પિતાની લાડલી હોય છે,જ્યારે લગ્ન બાદ પુત્રના વ્યવહાર અને દાનતમાં ફેરફાર આવી શકે છે.

આ સમગ્ર બાબતે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એટલા માટે મહત્વનો છે કે,આજે દરેક ક્ષેત્રમાં દિરકીઓ પોતાનું સ્થાન બનાવી રહી છે માત્ર તે પિતાની સંપત્તીના હકદારના કીસ્સામાંથી બાકાત હતી પરંતુ હવે પિતાની મિલકત પર દિકરીઓને પણ પુરેપુરો ભાગ આપવામાં આવશે હવે ખરા અર્થમાં દિકરીને સમાનતાનો દરજ્જો મળ્યો કરહી શકાય,સંપત્તીના મામલે અન્યાય અને પુત્રની મનમાની ન થાય તે માટે હવે પુત્રીઓ માટે પણ સમાન કાયદો બન્યો છે.

ઉલ્લેખનીય છે કે અરુણ મિશ્રાએ તેમની વાતમાં સાફ કહ્યું છે કે હવે પછી પણ પુત્રીઓને પિતાની મિલકતમાં પુત્રની માફક જ બરાબરનો ભાગ મળશે, આ કાયદા થકી નારી શક્તિને મજબુત બનાવવાનો રસ્તો હવે મોકળો થયો છે,હવે ખરા અર્થમાં પુત્રીને પુત્ર સમાન દરજ્જો પ્રાપ્ત થયો છે

સાહીન-