Site icon Revoi.in

જેમાંથી દારુ બનાવામાં આવે છે તેવા મહુડાના ફૂલમાંથી બને છે તેલ, જાણો આ તેલનો ઉપયોગ વિશે, જે છે ગુણકારી

Social Share

મહુડાના ફુલોમાંથી દારુ બનવામાં આવે છે.મહુડાના ફળોમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો જોવા મળે  છે. મહુઆ તેલનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં થાય છે.

ફૂલો અને ફળો સાથે, આ વૃક્ષોના પાંદડા અને છાલ પણ દવા તરીકે ઉપયોગમાં લેવાય છે.આ  તેલ બ્રોન્કાઇટિસ અને કાકડા જેવા રોગોની સારવારમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

મહૂડાનું તેલ વાળ માટે ખૂબ જ સારું છે અને વાળના વિકાસમાં ફાયદાકારક છે., આ તેલના થોડા ટીપાંમાં રોઝમેરી તેલના થોડા ટીપાં મિક્સ કરો અને તેને સારી રીતે મસાજ કરો અને તેને તમારા માથા પર લગાવો. એક કે બે કલાક પછી વાળને સારી રીતે ધોઈ લો. થોડા સમય પછી તમને સારું પરિણામ જોવા મળશે.

ઓરિસ્સાના ભાલુકોલા ગામના લોકો મચ્છરોથી છુટકારો મેળવવા માટે આ તેલનો દિવો સળગાવે છે. મચ્છરોને ભગાડવાની આ એક સારી રીત છે અને તેનાથી આપણા ફેફસાં કે શરીરના અન્ય કોઈ અંગને કોઈ સમસ્યા નથી થતી.

આ સાથે જ જે લોકોને સાંધાના દુખાવાની ફરીયાદ હોય છે તેમના માટે પણ આ તેલની માલિશ ઉત્તમ ગણાય છે, સાંધાના દુખાવામાં તરત રાહત આપશે. સાંધાના દુખાવાની સારવાર માટે તે ખૂબ સારુ છે.

 છત્તીસગઢના ગાઢ જંગલોમાં જંતુઓ કરડવી સામાન્ય છે, તેથી મહુડાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે જે તાત્કાલિક રાહત આપે છે. જંતુના કરડવાથી થતા કોઈપણ પ્રકારના ફોલ્લીઓ અથવા લાલાશથી રાહત મેળવવા માટે આ તેલને ખૂબ કારગાર સાબિત થાય છે.

Exit mobile version