Site icon Revoi.in

દેશભરના માર્ગોની જાળવણી અને સમારકામની કવાયતઃ ઓનલાઈન મોનિટરિંગ સેલની રચના કરાશે

Social Share

 

દિલ્હીઃ- પ્રધાનમંત્રી કાર્યાલયએ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની જાળવણી અને સમારકામના કાર્યને લઈને લેવામાં આવતી બેદરકારી અંગે નારાજગી વ્યક્ત કરી છે.આ મામલે કડક વલણ અપનાવતા, કેન્દ્ર સરકારે કેન્દ્ર અને રાજ્ય એજન્સીઓને ઓગસ્ટ સુધીમાં અલગ સમર્પિત ઓનલાઇન મોનિટરિંગ સેલ સ્થાપિત કરવાનાસૂચનાઓ આપ્યા છે. જેના દ્રારા રાષ્ટ્રીય રાજમાર્ગોની જાળવણી યોગ્ય રીતે કરી શકાશે.

રાષ્ટ્રીય રાજમાર્ગોની સમયસર મરામતની કામગીરી કરવામાં આવશે. આ સાથે જ તેની જાળવણીના ઉચ્ચ ધોરણ, મુસાફરોને ઝડપી-ગતિ-સુવિધાજનક મુસાફરી પ્રદાન કરશે. જેનાથી રસ્તાઓપરના ખાડાના કારણે  થતા માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરશે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 8મી જુલાઈના રોજ એનએચઆઈડીસીએલ, બીઆરઓ, રાજ્યોના મુખ્ય સચિવો, તમામ પીડબ્લ્યુડીના ચીફ ઇજનેર-ઇન-ચીફને આદેશો જારી કર્યા છે.જેમાં, તમામ કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓને હાઇવેના સમારકામ અને જાળવણી માટે અલગ સમર્પિત ઓનલાઇન મોનિટરિંગ સેલ બનાવવાનું કહેવામાં આવ્યું છે.

આ તમામ એજન્સીઓને બે આધુનિક વાહન ઘટી રહેલા વજનના ડિફેક્ટોમીટર અને નેટવર્ક સર્વે વાહન તથા હાઇવેથી સંબંધિત તમામ માહિતી અને ડેટા વેબસાઈટ પર અપલોડ કરવા કહેવામાં આવ્યું છે. આ માટે મંત્રાલયે પહેલાથી જ રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ નામનું સોફ્ટવેર તૈયાર કર્યું છે.

આ કવાયત હેઠળ પ્રાદેશિક અધિકારીઓ સમય મર્યાદાની અંદર તેમની સ્થાનિક માહિતી અપલોડ કરશે. જ્યારે દિલ્હીમાં સેન્ટ્રલાઇઝ્ડ રેમમાં બેઠેલા ટેક્નોક્રેટ્સ-નિષ્ણાંતો તેનો અભ્યાસ કરશે અને તેનું વિશ્લેષણ કરશે.

ઓનલાઇન મોનિટરિંગ સેલ સ્થાપવાની કામગીરી માટે ઇન્ડિયન એકેડેમી ઓફ હાઈવે એન્જિનિયર્સના ડિરેક્ટર સંજીવ કુમારને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે. સમર્પિત ઓનલાઇન મોનિટરિંગ સેલ સ્થાપના, ઓફિસ, સાધનો, સોફ્ટવેર, વર્કફોર્સ વગેરે માટેની દરખાસ્તો તૈયાર કરવાની જવાબદારી તેના શીરે રાખવામાં આવી છે. જેથી સેલમાં દરરોજ અપલોડ કરેલોાડેટા, માહિતી, સમસ્યાઓ વગેરે શોધી શકાય. ઓલાઇન સિસ્ટમ ચલાવવા મંત્રાલય દ્વારા એન્જિનિયર્સની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત, વિષયના નિષ્ણાતોની ભરતી આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવશે. જેથી અધિકારીઓની જવાબદારી નિશ્ચિત થઈ શકે અને ભૂલ કરનારા અધિકારીઓ સામે કાર્યવાહીની ખાતરી આપી શકાય.