Site icon Revoi.in

અંદમાન-નિકોબારમાં વહેલી સવારે ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 4.3 તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી- સમગ્ર દેશભરમાં અવાર નવાર ભુકંપના આંચકાઓ આવવાની ઘટના બનતી જોવા મળે છે, વિતેલા વર્ષથી અત્યાર સુધી દેશના ઘણા ભાગો એવા છે કે જ્યા આ સમયગાળા ગદરમિયાન ઘણી વખતા આવા આંચકાઓ અનુભવાયા હોય ત્યારે ફરી  એક વખત દેશના ટાપૂ વિસ્તાર ગણાતા અંડમાન અને નિકોબારની ઘરાભ્રુજી ઉઠી હતી.

મળતી માહિતી પ્રમાણે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે વહેલી  સવારે અંદાજે 6 વાગેયની 27 મિનિટે આંચકા અનુભવાયા હતા અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 નોંધવામાં આવી  હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે.