Site icon Revoi.in

આંધ્રપ્રદેશઃ ચંદ્રબાબુ નાયડુ સરકારના મંત્રીમંડળને ખાતાની ફાળવણી, કાયદો-વ્યવસ્થા વિભાગ CMએ પોતાની પાસે રાખ્યો

Social Share

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશમાં એનડીએને પૂર્ણ બહુમતી મળ્યા બાદ એન. ચંદ્રબાબુ નાયડુએ બુધવારે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી શુક્રવારે (14 જૂન) મંત્રીઓના વિભાગોની પણ વહેંચણી કરવામાં આવી હતી. સીએમ નાયડુએ કાયદો અને વ્યવસ્થા તેમની પાસે રાખી છે. જ્યારે જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણને અનેક મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હતી.

જનસેના પાર્ટીના વડાને પંચાયતી રાજ, પર્યાવરણ, વન, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગો આપવામાં આવ્યા છે. જ્યારે સીએમ નાયડુના પુત્ર નારા લોકેશને શિક્ષણ, આઈટી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન વિભાગ આપવામાં આવ્યો છે. આ સાથે અનિતા વાંગલપુડીને ગૃહ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ આપવામાં આવ્યો છે. સત્ય કુમાર યાદવને આરોગ્ય વિભાગ અને પાયવુલા કેશવને નાણા વિભાગ આપવામાં આવ્યું છે. ઉપરાંત, કિંજરાપુ અતચન્નાઈડુને કૃષિ, સહકાર, માર્કેટિંગ, પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્યોદ્યોગ, કોલ્લુ રવિન્દ્રને ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર, આબકારી વિભાગનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે. નડેન્દાલા મનોહરને ખાદ્ય અને નાગરિક પુરવઠા ગ્રાહક બાબતો. પોંગુરુ નારાયણને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને શહેરી વિકાસ વિભાગ આપવામાં આવ્યો હતો.

આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ માટે સત્ય કુમાર યાદવ, જળ સંસાધન વિકાસ નશ્યામ માટે ડો. નિમ્માલા રામાનાયડુ, કાયદો અને ન્યાય, લઘુમતી કલ્યાણ એન્ડોવમેન્ટ માટે મોહમ્મદ ફારૂક, એન્ડોમેન્ટ માટે અનમ રામનારાયણ રેડ્ડી, નાણા, આયોજન, વાણિજ્યિક કર અને વિધાનસભા માટે પાયવુલા કેશવ, ડૉ. અનાગ્નિ સત્ય પ્રસાદને મહેસૂલ, નોંધણી અને સ્ટેમ્પ્સ, કોલુસુ પાર્થસારથીને આવાસ, માહિતી અને જનસંપર્ક વિભાગ આપવામાં આવ્યો હતો.