Site icon Revoi.in

શ્રીલંકામાં લોકોનો રોષ વધ્યો ,ઉગ્ર બન્યુ વિરોધ પ્રદર્શન -પીએમ રાજપક્ષેના બંગલાને લગાવાઈ આગ

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી  શ્રીલંકામાં વિરોધ પ્રદ્શરન થઈ રહ્યું છે,પીએમ પ્ર્ત્યે લોકો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે  આ સમગ્ર સ્થિતિ વચ્ચે અહીંના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ સોમવારે રાજીનામું આપી દીઘુ હતું, જેના પગલે તેમના સત્તાવાર નિવાસસ્થાન પર પ્રદર્શન કરનારા ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હજારો વિરોધીઓએ તેમના નિવાસસ્થાન પર હુમલો કર્યો.

પ્રદર્શનકારીએ એ  શ્રીલંકાના ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં કુરુનેગાલામાં આવાસનો મુખ્ય દરવાજામાં તોડફોડ કરી, મીડિયા રિપોર્ટની જો માનીએ તો તેમના બંગલાના પ્રવેશદ્વારને આગ ચાંપી દીધી હતી. તે જ સમયે, પોલીસે દેખાવકારોને હટાવવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. શ્રીલંકામાં સ્થિતિ વણસી રહી છે.

શ્રીલંકામાં વધી રહેલી અશાંતિ એ વિનાશ ભરી સ્થિતિ સર્જી છે. સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ  મોરાતુવાના મેયર સમન લાલ ફર્નાન્ડો અને સાંસદો સનત નિશાંત, રમેશ પાથિરાના, મહિપાલ હેરાથ, થિસા કુટ્ટિયારાચી અને નિમલ લાંજાના ઘરોને આજે આગ ચાંપી દીધી હતી.ગુસ્સે ભરાયેલા ટોળાએ પુટ્ટલમ જિલ્લામાં શાસક પક્ષના ધારાસભ્ય સનથ નિશાંતના ઘર પર પણ હુમલો કર્યો અને તેમની મિલકતો, વાહનોને આગ ચાંપી દીધી.

પ્રાપ્ત જાણકારી પ્રમાણએ ઇન્ટર-યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ ફેડરેશન ના સભ્યો સહિત કેટલાક પ્રદર્શનકારીઓ વિરોધ કરતા રસ્તા પર ઉતરી આવ્યા અને શ્રીલંકાના પોદુજાના પેરામુનાના સાંસદો પર હુમલો  પણ કરવામાં આવ્યો હતો  આ સાથે જ વીરકેતિયા પ્રદેશીય સભાના અધ્યક્ષના ઘરે બે વ્યક્તિઓને ગોળી મારવામાં આવી હતી અને અન્ય પાંચ ઘાયલ થયા હતા.આમ દિવસેને દિવસે શ્રીલંકાની સ્થિતિ વણસી રહી છે.

 

Exit mobile version