Site icon Revoi.in

અનિલ કપૂરની કારકીર્દિને 38 વર્ષ થયા પૂરા , અભિનેતાની ડેબ્યુ ફિલ્મ ‘વો સાત દિન’ આવી યાદ

Social Share

મુંબઈ : આજથી 38 વર્ષ પહેલાં હિન્દી સિનેમાને નાયક અનિલ કપૂરની ભેટ મળી હતી. ઇન્ડસ્ટ્રીના એનર્જેટિક અભિનેતા તરીકે જાણીતા અનિલ કપૂરે 38 વર્ષ પહેલા ફિલ્મ ‘વો સાત દિન’ થી શરૂઆત કરી હતી. પ્રેમ, યાદો, બલિદાન અને હાર્ટબ્રેકની વાર્તા 23 જૂન 1983 માં રિલીઝ થઈ હતી.

લવ ટ્રાયંગલ વચ્ચે ફસાયેલી જટિલ અને સ્તરવાળી ભાવનાઓ સાથે વ્યવહાર કરતા અનિલ કપૂરે પોતાના પ્રામાણિક અને નિર્દોષ અભિનયથી લોકોના દિલ જીતી લીધા. બાપુના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં પદ્મિની કોલ્હાપુરે અને નસીરુદ્દીન શાહ મુખ્ય ભૂમિકામાં હતા.

ઇન્ડસ્ટ્રીમાં 38 વર્ષ પછી પણ, અનિલ કપૂર પાસે હજી પણ તે જ જાદુ અને ઉર્જા છે, જે દર્શકોને પોતાના આકર્ષણ અને કરિશ્માથી મોહિત કરે છે. તેમણે મિસ્ટર ઈન્ડિયા, તેઝાબ, રામ લખન, લમ્હે જેવી ઘણી મોટી બ્લોકબસ્ટર ફિલ્મો ઇન્ડસ્ટ્રીને આપી છે અને તે જાદુ આજે પણ કાયમ છે.

સુપરસ્ટાર અનિલ કપૂર છેલ્લે સમીક્ષકો દ્વારા પ્રશંસિત ફિલ્મ અકે v/s અકે માં દમદાર અભિનય આપતા જોવા મળ્યા હતા. આ સિવાય તે કરણ જોહરની બહુ રાહ જોવાય રહેલી પીરિયડ ડ્રામા ‘તખ્ત’ અને સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’માં પણ જોવા મળશે.

 

Exit mobile version