Site icon Revoi.in

લો બોલો, હવે પ્રાણી જણાવશે કે માણસને કઈ બીમારી છે, એ પણ સુંઘીને

Social Share

સ્ટોરીનું હેડિંગ જોઈને જ લોકોને લાગતું હશે કે અરેરે,,, આવું કેવું.. જી.. હા.. વાત સાચી છે. પ્રાણીઓ તો માણસને ડગલે અને પગલે મદદરૂપ થતા આવ્યા છે અને હવે એક વધારે ક્ષેત્રે પ્રાણીઓ માણસને મદદ કરશે. જાણકારી અનુસાર હવે પ્રાણીઓ માણસને પહેલા સુંઘશે અને પછી જાણ કરશે કે માણસને કઈ બીમારી છે.

શ્વાનમાં રાસાયણિક ગંધને સૂંઘવી અને ઓળખવાની વિશેષ શક્તિ હોય છે. એટલા માટે ડોગને એરપોર્ટ, કસ્ટમ વિભાગ, પોલીસમાં સુરક્ષા માટે રાખવામાં આવે છે. અસુરક્ષિત વસ્તુઓને શોધવા માટે શ્વાનનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે હવે પ્રાણીઓનો ઉપયોગ બિમારીઓને શોધવા માટે પણ થઈ શકે છે.

મોટા ભાગે તમને કોઈ બિમારી હોય તો તે અંગે તબીબો કહે ત્યાર બાદ ખબર પડે છે. પરંતુ વિચારો કે હવે તબીબો પાસે ગયા પહેલાં જ તમને બિમારી અંગે ખબર પડી જાય તો. આવું શક્યા છે પ્રાણીઓની મદદથી. પ્રાણીઓ સૂંઘવાની શક્તિથી હવે બિમારીઓની ઓળખ પર કરશે.

અત્યાર સુધી તમે પ્રાણીઓને ઘરમાં પાળ્યા હશે. સુરક્ષા એજન્સીઓમાં મદદ માટે શ્વાન જોયા હશે. પરંતુ હવે પ્રાણીઓ તબીબોનું પણ કામ કરશે. પ્રાણીઓ પોતાની આગવી ક્ષમતાથી હવે બિમારીઓને શોધી કાઢશે. જેનો તબીબી ક્ષેત્રમાં ખુબ જ ફાયદો થઈ શકે છે. તો આવો જોઈએ કે કેવી રીતે પ્રાણીઓના ઉપયોગ બિમારીઓ શોધી શકાય છે.

ઉલ્લેખનીય છે કે શ્વાન, ઊંટ, ઊંદર જેવા પ્રાણીઓમાં બિમારીને ઓળખવાની ક્ષમતા વધુ હોય છે. તેમના નાકમાં 15 કરોડથી 30 કરોડ ગ્રંથિઓ આવેલી હોય છે. જ્યારે માણસોમાં આ ગ્રંથીઓની સંખ્યા 50 લાખ સુધી હોય છે. આટલી મોટી માત્રમાં ગ્રંથીઓ હોવાથી જ પ્રાણીઓમાં સૂંઘવાની ક્ષમતા વધુ હોય છે. અલગ અલગ પ્રકારની ગંધને પારખવામાં પ્રાણીઓ સક્ષમ હોય છે. જેથી શ્વાન જમીન અને પાણીની અંદર રહેલ વસ્તુઓને પણ ગંધના આધારે શોધી કાઢે છે.