Site icon Revoi.in

અંકિતા લોખંડેની વિક્કી જૈન સાથે થઇ સગાઈ,આ દિવસે લેશે સાત ફેરા  

Social Share

મુંબઈ: લગ્નની સિઝન ચાલી રહી છે અને ઘણા સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફ પછી અંકિતા લોખંડે તેના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે સાત ફેરા લેવા જઈ રહી છે. અંકિતા અને વિક્કી ખૂબ જ ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અંકિતા અને વિક્કીના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. બંને આ ફંક્શનને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. આ કપલ 14 ડિસેમ્બરે સાત ફેરા લેવાનું છે. રવિવારે બંનેએ ભવ્ય રીતે સગાઈ કરી હતી. જેમાં ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ ભાગ લીધો હતો. અંકિતા અને વિક્કીની સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ એક ભવ્ય ફંક્શન હતું,જેમાં કપલ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું હતું. આ ફંક્શનમાં અંકિતાએ વિક્કી માટે પરફોર્મ કર્યું અને બંનેએ એકબીજા માટે કેટલાક ખાસ શબ્દો પણ કહ્યા.

સગાઈમાં અંકિતાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બીજી તરફ, વિક્કીએ ગ્રે કલરના બ્લેઝર સાથે બ્લેક આઉટફિટ પહેર્યો હતો. આ કપલ એકસાથે ખૂબ જ સુંદર લાગતું હતું.

 

Exit mobile version