Site icon Revoi.in

નસકોરાની સમસ્યા પરેશાન કરે છે? તેનાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપચાર

Social Share

નસકોરાને કારણે એકસાથે સૂતા લોકોની ઊંઘમાં ખલેલ પહોંચે છે અને આજકાલ આ સમસ્યા સામાન્ય બની ગઈ છે.આની પાછળ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, પરંતુ તેનાથી છુટકારો મેળવવો સરળ નથી. કેટલીકવાર નસકોરા મારનારને પણ અકળામણનો સામનો કરવો પડે છે.આને દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવી શકાય છે.

હળદરઃ સ્વાસ્થ્ય અને ત્વચા માટે ફાયદેમંદ માનવામાં આવતી હળદરથી નાક પણ સાફ કરી શકાય છે.જો નાક સાફ હશે તો તમે સારી રીતે શ્વાસ લઈ શકશો અને તેનાથી નસકોરા પણ ઓછા આવશે.રાત્રે સુતા પહેલા હળદર વાળું દૂધ પીવો.

ઓલિવ ઓઈલઃ જેને શ્વાસ લેવામાં ઘણી વાર તકલીફ થતી હોય તેઓ નાકમાં ઓલિવ ઓઈલ નાખીને તેને સાફ કરી શકે છે. રાત્રે સૂતા પહેલા આના થોડા ટીપા નાકમાં નાખીને સૂઈ જાઓ અને આમ કરવાથી ધીરે ધીરે નસકોરાની સમસ્યા દૂર થઈ જશે.

દેશી ઘી: નિષ્ણાતોના મતે નાક બંધ થવાથી કે તેની સાફસફાઈ ન થવાના કારણે પણ નસકોરા આવવા લાગે છે. આવી સ્થિતિમાં નાક સાફ કરવા માટે દેશી ઘીની મદદ પણ લઈ શકાય છે. સુતા પહેલા નાકમાં હૂંફાળા દેશી ઘીના થોડા ટીપાં નાખો.નસકોરાની સમસ્યા થોડા દિવસોમાં દૂર થઈ શકે છે

લસણઃ કહેવાય છે કે,લસણ નસકોરાની સમસ્યાને દૂર કરવામાં પણ મદદગાર છે. રાત્રે સૂતા પહેલા લસણને હૂંફાળા પાણી સાથે ગળી લો. થોડા સમય પછી આ સમસ્યા દૂર થવા લાગશે.