Site icon Revoi.in

નિરજ ચોપરાની વધુ એક સિદ્ધી -ફિનલેન્ડમાં ભાલા ફેંકમાં દેશને અપાવ્યો ગોલ્ડ મે઼ડલ

Social Share

 

દિલ્હી – ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એક વખત ભારતનું નામ રોશન કર્યું છે અને પોતાની સિદ્ધીની કલગીમાં વધુ એક મોરપંખ ઉમેર્યો છે તેમણે ટોક્યો ઓલિમ્પિક બાદ પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.

 ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં કુઓર્ટેન ગેમ્સમાં મુશ્કેલ પરિસ્થિતિમાં મેડલ જીત્યો હતો. વરસાદને કારણે મેદાનમાં ઘણું પાણી હતું, જેના કારણે નીરજ એક વખત લપસી પણ ગયો હતો. પરંતુ 86.89 મીટરના થ્રો સાથે તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ સિદ્ધિથી રાજી થયેલા ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કર્યું છે. અનુરાગ ઠાકુરે નીરજનો વીડિયો ટ્વીટ કરીને તેને અભિનંદન પાઠવ્યા છે. અનુરાગ ઠાકુરે પણ નીરજના વખાણ કર્યા છે.

મેદાનમાં ઘણું પાણી હતું અને તેના કારણે નીરજ ચોપરા ત્રીજા પ્રયાસમાં પડી ગયો. ભાલો  ફેંક્યા પછી, તેમનો પગ લપસી ગયો અને તે લાઇનની બહારજતા રહ્યા હતા. જેના કારણે તે ફેંકવાની ગણતરી પણ ન થઈ. જોકે તેમને ઈજા થઈ ન હતી. આવતા મહિને કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે નીરજને મેડલનો પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.