Site icon Revoi.in

અજય દેવગણની ફિલ્મ ‘દ્રશ્યમ 2’માં વધુ એક અભિનેતાની એન્ટ્રી,ફિલ્મમાં જોવા મળશે આ એક્ટર

Social Share

મુંબઈ:વર્ષ 2015માં રિલીઝ થયેલી અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ એ લોકોના દિલ જીતી લીધા હતા.આ ફિલ્મના સસ્પેન્સની સાથે દર્શકોને અજય દેવગણ અને તબ્બુનો અભિનય પણ પસંદ આવ્યો હતો.હવે લોકો આ ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ ફિલ્મમાં અજય અને તબ્બુ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ દરમિયાન ફિલ્મમાં વધુ એક મહાન અભિનેતાની એન્ટ્રી થઈ છે.

તાજેતરના અપડેટ મુજબ, દ્રશ્યમની ટીમમાં અભિનેતા અક્ષય ખન્નાની એન્ટ્રી થઇ છે.અભિનેત્રી તબ્બુએ પોતે ફિલ્મમાં અક્ષય ખન્નાના કામની પુષ્ટિ કરી છે.તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ સાથે જોડાયેલી એક તસવીર શેર કરી છે.આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘દ્રશ્યમ 2 માં આવા અદ્ભુત અભિનેતા સાથે જોડાઈને ખૂબ જ ખુશ છું.’ ફિલ્મમાં કામ કરી રહેલા અભિનેતાને લઈને આખી ટીમ ઉત્સાહિત છે.જો કે ફિલ્મમાં તેનું પાત્ર કેવું હશે તે જાહેર કરવામાં આવ્યું નથી.

આ ફિલ્મનું શૂટિંગ ગોવામાં ચાલી રહ્યું છે.આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠક કરી રહ્યા છે.આ ફિલ્મમાં અજય ફરી એકવાર વિજય સલગાંવકરના રોલમાં જોવા મળશે.કહેવામાં આવી રહ્યું છે કે,અક્ષય ખન્નાએ તેનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મની વાર્તા ત્યાંથી શરૂ થશે જ્યાં પહેલો ભાગ સમાપ્ત થયો હતો. આ ફિલ્મ સુપરસ્ટાર મોહનલાલની ‘દ્રશ્યમ 2’ની રિમેક હશે, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

મલયાલમ ભાષામાં બનેલી દ્રશ્યમ 2 ઓટીટી પર રિલીઝ થઈ છે.આ ફિલ્મને ક્રિટિક્સની સાથે-સાથે લોકોએ પણ વખાણી હતી.આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવી હતી.આ ફિલ્મમાં મોહનલાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.ફિલ્મના પહેલા ભાગની જેમ આ ફિલ્મમાં પણ જબરદસ્ત સસ્પેન્સ હતું.

Exit mobile version