Site icon Revoi.in

સેનાનું છઠ્ઠું વિમાન 135 ટન રાહત સામગ્રી સાથે અસરગ્રસ્ત લોકોની મદદ માટે તુર્કી પહોંચ્યું

Social Share

દિલ્હીઃ-  તુર્કીમાં રવિવારે આવેલા ભૂંકપથી વિનાશ સર્જાયો છે હજારો લોકોના મોત થયા છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તુર્કીને દરેક રીતે મદદ કરવાનું આહવાન કર્યું હતું અને આ પહેલા એક વિમાન એનડીઆરએફની ટીમ અને ડોક્ટરની ટીમ સાથે તુર્કી મોકલવામાં આવ્યું ત્યારે વધુ એક બીજુ એરક્રાફ્ટ તુર્કી પહોચ્યું છે.6 ફેબ્રુઆરીએ દેશમાં ભૂકંપના આંચકા આવ્યા બાદ ચાલી રહેલી કટોકટીમાંથી ભારત તુર્કીને મદદ કરી રહ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વિદેશમંત્રી એસ જયશંકરે માહિતી આપી છે કે આજે વધુ એક વિમાન તુર્કી પહોચ્યું છે. ભારત સરકાર ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ રાહત સામગ્રી મોકલી રહી છે. આ અંતર્ગત આજે 9 ફેબ્રુઆરી ભારતે રાહત સામગ્રીથી ભરેલી છઠ્ઠી ફ્લાઇટ તુર્કી મોકલી છે.વિદેશ મંત્રી ગુરુવારે જણાવ્યું હતું કે ભૂકંપ રાહત પ્રયાસો માટે બચાવ કર્મચારીઓ, આવશ્યક ચીજવસ્તુઓ અને તબીબી સાધનોને લઈને ભારતનું છઠ્ઠું વિમાન તુર્કી પહોંચી ગયું છે.

બુધવારે વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતીય સેના દ્વારા તુર્કીના હટાય પ્રાંતના ઇસ્કેન્ડરન ખાતે ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે.

આ બાબતે વિદેશમંત્રી એ ટ્વિટ પણ કર્યું છે અને લખ્યું છે કે છઠ્ઠી ફ્લાઇટ ભૂકંપગ્રસ્ત દેશ માટે વધુ બચાવ ટીમો, ડોગ સ્ક્વોડ અને આવશ્યક દવાઓ પહોંચાડી છે. તેમણે લ્ખયું છે કે, છઠ્ઠી #OperationDost ફ્લાઇટ તુર્કિ પહોંચી. વધુ શોધ અને બચાવ ટુકડીઓ, ડોગ સ્ક્વોડ, જરૂરી સર્ચ અને એક્સેસ સાધનો, દવાઓ અને તબીબી સાધનો રાહત પ્રયાસોમાં તૈનાત માટે તૈયાર છે.”