દિલ્હી- ઈઝરાયલ હમાસ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને જોતા ભારતે ઈઝરાયલમાં ફસાયેલા પોતાના નાગરિકો માટે ઓપરેશન અજય શરુ કર્યું છે, આ અંતર્ગત ગઈકાલે ભારતીયોને લઈને પહેલું વિમાન દિલ્હી પહોંચ્યું હતું ત્યારે હવે આજરોજ ઈઢરાયલથી 235 લોકોનો બીજો જથ્થો દિલ્હી આવી પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોની બીજી બેચ શનિવારે નવી દિલ્હી પહોંચી હતી. ઓપરેશન અજય હેઠળ બે શિશુઓ સહિત 235 લોકો વિશેષ ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. આ સાથે જ વિદેશ રાજ્ય મંત્રી રંજન સિંહે એરપોર્ટ પર લોકોનું સ્વાગત કર્યું.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 3000 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક દિવસ પહેલા, 212 ભારતીયોની પ્રથમ બેચ નવી દિલ્હી પહોંચી હતી. વિમાન 11 વાગે ઈઝરાયેલથી રવાના થયું હતું ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય મુસાફરોને લઈ જતી ફ્લાઈટ શુક્રવારે રાત્રે 11.02 કલાકે તેલ અવીવથી ઉડાન ભરી હતી
ભારતીય દૂતાવાસે કહ્યું કે દૂતાવાસે ત્રીજા બેચમાં સામેલ લોકોને ઈમેલ દ્વારા જાણ કરી છે. લોકોને અનુગામી ફ્લાઇટ્સ માટે ફરીથી મેસેજ કરવામાં આવશે. ભારત સરકારનો આભાર માન્યો હતો ઇઝરાયેલના સફેદમાં ઇલાન યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહેલા ભારતીય વિદ્યાર્થી સૂર્યકાંત તિવારીએ ઇઝરાયેલથી ઉડાન ભરતા પહેલા કહ્યું હતું કે ઇઝરાયેલમાં ભયનું વાતાવરણ છે. અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમને ઈઝરાયેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હું ભારત સરકારનો આભાર માનું છું.