Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં ફરી વિસ્ફોટની ઘટના – છેલ્લા 24 કલાકની અંદર આ ત્રીજો વિસ્ફોટ, એક પોલીસ ઈજાગ્રસ્ત

Social Share

દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં પ્રજાસત્તાક દિવસ પહેલા જ આતંકીઓએ આતંક મચાવ્યો છએ વિતેલા દિવસે બે વિસ્ફોટની ઘટના બાદ ફરી ત્રીજો વિસ્ફોટ થવા હોવાની માહિતી પણ મળી રહી છે જેમાં 1 પોલીસ કર્મી ઘાયલ થયો હોવાની માહિતી મળી છે.

જાણકારી અનુસાર જમ્મુના બજલતામાં  વિતેલી  રાત્રે ડમ્પરની યુરિયા ટાંકીમાં વિસ્ફોટ થતાં એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. જે એક દિવસમાં ત્રીજો વિસ્ફોટ હતો. સિધ્રાના બજલતા મોર ખાતે વિસ્ફોટ થયો હતો અને ત્રણ વિસ્ફોટોમાં એક પોલીસ અધિકારી સહિત કુલ દસ લોકો ઈજાગ્રસ્ત થયા હગોવાની માહિતી છે.

વિતેલી મોડી રાત્રે આ ત્રીજા વિસ્ફોટમાં સુરિન્દર સિંહ તરીકે ઓળખાતા પોલીસ કોન્સ્ટેબલ સિધ્રા ચોકપર ફરજ પર હતા અને તેમણે ચેકીંગ કરવા માટે રેતી વહન કરતા ડમ્પર ટ્રકને રોક્યો હતો. જ્યારે ટ્રક રોકવામાં આવ્યો તે વખતે આ ડમ્પર ટ્રકની યુરિયા ટાંકી વિસ્ફોટ સર્જાયો જ્યાં તેઓ ઘાયલ થયા તેઓને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પોલીસે જાણકારી આપી છે કે આ કોઈ એક્સિડન્ટ   નથી નગરોટા પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો છે  અને આ મામલે પોલીસે જીણવટભરી તપાસ આદરી છે.