Site icon Revoi.in

EU તરફથી રશિયાને વધુ એક ઝટકો,ટેક્સ હેવનની બ્લેકલિસ્ટમાં સામેલ

Social Share

દિલ્હી:24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે.કોઈપણ ઉશ્કેરણી વગર યુક્રેન પર રશિયાની આ આક્રમક કાર્યવાહી બાદ દુનિયાભરમાં રશિયાને અલગ કરી દીધું.

અમેરિકા સહિત યુરોપિયન દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.હવે યુરોપિયન યુનિયન (EU) એ રશિયાને ટેક્સ હેવન બ્લેકલિસ્ટ લિસ્ટમાં મૂક્યું છે.

અગાઉ, EU નાણા પ્રધાનોએ કહ્યું હતું કે રશિયા, કોસ્ટા રિકા, બ્રિટિશ વર્જિન ટાપુઓ અને માર્શલ ટાપુઓને EU ટેક્સ હેવન દેશોની યાદીમાં સામેલ કરવામાં આવશે.EU નાણા પ્રધાનોની બેઠક માટે તૈયાર કરાયેલા ડ્રાફ્ટ નિષ્કર્ષમાં કહેવામાં આવ્યું છે કે,રશિયાની ટેક્સ સિસ્ટમ ખૂબ જ ખરાબ છે અને તેણે અત્યાર સુધી તેને ઠીક કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.

2017માં યુરોપિયન યુનિયને ટેક્સ હેવન દેશોની યાદી બનાવી હતી, જેમાં અત્યાર સુધીમાં 16 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેમાં અમેરિકન સમોઆ, એન્ગ્વિલા, બહામાસ, બ્રિટિશ વર્જિન ટાપુઓ, કોસ્ટા રિકા, ફિજી, ગુઆમ, માર્શલ ટાપુઓ, પલાઉ, પનામા, રશિયા, સમોઆ, ત્રિનિદાદ એન્ડ ટોબેગો, તુર્ક અને કેકોસ ટાપુઓ, યુએસ વર્જિન ટાપુઓ અને વનુઆતુનો સમાવેશ થાય છે.

ટેક્સ હેવન એવા દેશો છે જ્યાં વિદેશી રોકાણકારો તેમના પૈસા રાખે છે અને ઓછા દરે ટેક્સ ચૂકવે છે અથવા એક રૂપિયો પણ ટેક્સ ચૂકવતા નથી.ઘણી કંપનીઓ અથવા ઉદ્યોગપતિઓ તેમના નાણાં ટેક્સ હેવન કન્ટ્રીમાં અથવા તેના દ્વારા ટ્રાન્સફર કરીને ઊંચા ટેક્સવાળા દેશોમાં ટેક્સ ભરવાનું ટાળે છે.ટેક્સ હેવન તરીકે ઓળખાતા આ દેશો આવી ટેક્સ પોલિસી બનાવે છે, જે વિદેશી રોકાણકારો માટે અનુકૂળ હોય છે.