Site icon Revoi.in

કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ આવ્યો સામે,ખુદ રાજ્યના સ્વાસ્થ્યમંત્રીએ કરી પુષ્ટિ

Social Share

થીરુવાનાન્થાપુરમ:કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે.રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ વાતની પુષ્ટિ કરી છે.તેમણે કહ્યું કે,રાજ્યમાં મંકીપોક્સનો આ ત્રીજો કેસ છે.આ દર્દી 6 જુલાઈના રોજ યુએઈથી પરત ફર્યો હતો.13 જુલાઈના રોજ તેમનામાં લક્ષણો દેખાવા લાગ્યા.હવે તેના સંપર્કમાં આવેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

રાજ્યમાં મંકીપોક્સના કુલ ત્રણ કેસની પુષ્ટિ થઈ છે. ત્રણેયનો વિદેશ પ્રવાસનો ઇતિહાસ છે. મંકીપોક્સનો પહેલો કેસ કેરળમાં 14 જુલાઈએ નોંધાયો હતો.સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે,વિદેશથી પરત ફરેલા વ્યક્તિને મંકીપોક્સના લક્ષણો દેખાતા કેરળની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને ખૂબ તાવ હતો અને તેના શરીર પર ફોલ્લા હતા. તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.મંત્રીએ જણાવ્યું હતું કે જે વ્યક્તિએ લક્ષણો દર્શાવ્યા હતા તે યુએઈમાં મંકીપોક્સના દર્દીના નજીકના સંપર્કમાં હતો.

આ કેસના ચાર દિવસ પછી એટલે કે 18 જુલાઈએ કેરળમાં બીજા કેસની પુષ્ટિ થઈ. આ વ્યક્તિ પણ દુબઈથી પરત ફર્યો હતો.કેરળના બંને કેસના દર્દીઓ વિદેશથી કનેક્શન ધરાવે છે. તે બંનેમાં સમાન લક્ષણો જોવા મળ્યા હતા.