Site icon Revoi.in

કુનો નેશનલ પાર્કમાં ચિત્તા જ્વાલાના બીજા બચ્ચાનું પણ થયું મોત, બે દિવસ અગાઉ જ એક બચ્ચાએ તોડ્યો હતો દમ

Social Share

દિલ્હીઃ- કુનો નેશનલ પાર્ચમાં બે દિવસ અગાઉ જ એક ચિત્તાના બચ્ચાએ દમ તોડ્યો હોવાના સમાચાર મળ્યા હતા ત્યા હજી 2 દિવસ નથી થતા અને ચિત્તાના બીજા એક બચ્ચાનું પણ મોત થયું હોવાના આજે સમાચાર મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કુનો નેશનલ પાર્ક  વધુ એક ચિત્તાના બચ્ચાનું મોત થયું છે. ત્રણ જ દિવસમાં એ બીજા બચ્ચાના મોતના સમાચારથી તંત્ર હચમચી ગયું છે.  23 માર્ચ મંગળવારના રોજ ચિતા જ્વાલાના બચ્ચાનું મોત થયું હતું. છેલ્લા બે મહિનામાં કેએનપીમાં મૃત્યુઆંક ચાર પર પહોંટી ગયો છે જે ચિંતાનો વિષય છે.

કુનો નેશનલ પાર્કમાં માદા ચિતા ‘જ્વાલા’ના બચ્ચાના મોત અંગે મુખ્ય વન સંરક્ષકે આપેલી જાણકારી પ્રમાણે આજરોજ તેઓ જ્યારે બચ્ચાની મુલાકાત લેવા પહોચ્યા હતા ત્યારે બચ્ચું શારિરીક રીતે તેઓને નબળું જોવા મળ્યું હતું  આમ જોતાની સાથે જ તેમણે અને તેમની ટીમે પશુચિકિત્સકોને બોલાવ્યા અને બચ્ચાને હોસ્પિટલ લઈ ગયા પરંતુ 5-10 મિનિટ પછી આ બચ્ચાને દમ તોડી નાખ્યો હતો.

જાણકારી પ્રમાણે જે ચાર બચ્ચાના મોત થયા છે તેમાંથી ત્રણ આફ્રિકન દેશોમાંથી આયાત કરવામાં આવ્યા છે. વન વિભાગના નિવેદનમાં સામે આવ્યું છે કે પ્રાથમિક દૃષ્ટિએ ચિત્તાના બચ્ચાનું મૃત્યુ નબળાઈના કારણે થયું છે. ઉલ્લેખનીય છે કે ચિતા જ્વાલાને વર્ષ 2022 સપ્ટેમ્બરમાં નામિબિયાથી શિયોપુર જિલ્લામાં KNP લાવવામાં આવી હતી. તે પહેલા સિયા તરીકે જાણીતી હતી અને આ વર્ષે માર્ચના છેલ્લા સપ્તાહમાં તેણે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો.