Site icon Revoi.in

યુક્રેનમાં બીજા ભારતીય વિદ્યાર્થીનું મોત,બ્રેઈન સ્ટ્રોકના કારણે થયું મૃત્યુ  

Social Share

દિલ્હી:યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા મૂળ પંજાબના વિદ્યાર્થી ચંદન જિંદાલનું યુક્રેનમાં બ્રેઈન સ્ટ્રોકના કારણે મોત થયું છે.

મળતી માહિતી મુજબ ચંદન 2 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતો.અને તેને વધુ સારવારની જરૂર હતી પરંતુ યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે તેને વધુ સારવાર મળી ન શકી અને તેનું મોત થયું છે.

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં આ બીજા ભારતીયનું મોત થયું છે. આ પહેલા મંગળવારે કર્ણાટકના વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાનગૌદારનું મોત થયું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું કે,નવીનનું મૃત્યુ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકિવમાં થયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.