1. Home
  2. Tag "ukraine"

યુક્રેન પર રશિયાનો ડ્રોન અને મિસાઇલોથી હુમલો, 11 લોકોના મોત

મોસ્કોના દળો પૂર્વી યુક્રેનમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આ દરમિયાન રશિયાએ ફરીથી યુક્રેન પર હુમલો કર્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલો 165 મિસાઇલો અને ડ્રોનથી કરવામાં આવ્યો હતો. તેમાં 11 લોકો માર્યા ગયા અને દેશભરમાં ડઝનબંધ રહેણાંક ઇમારતો તેમજ ઉર્જા માળખાને નુકસાન થયું છે. 18 ઇમારતો, એક કિન્ડરગાર્ટન અને […]

‘પુતિને યુક્રેન સાથે સમાધાન કરવું જોઈએ, ઝેલેન્સકી વાતચીત માટે તૈયાર’, ડોનાલ્ડ ટ્રમ્પ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બેફામ પણે કહ્યું છે કે યુદ્ધ બંધ થવું જોઈએ. તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે સમજૂતી પર પહોંચવું જોઈએ, કારણ કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી વાતચીત કરવા તૈયાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ પુતિનને શક્ય તેટલી વહેલી તકે […]

યુક્રેનના દક્ષિણ શહેર ઝાપોરિઝિયા પર રશિયાના હુમલામાં 13 લોકોના મોત

રશિયાએ દક્ષિણ યુક્રેનિયન શહેર ઝાપોરિઝ્ઝિયા પર મોટો મિસાઇલ હુમલો કર્યો. યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ૧૩ લોકો માર્યા ગયા હતા અને ૬૩ અન્ય ઘાયલ થયા હતા. આ મોટા હુમલા વિશે માહિતી આપતાં, ઝાપોરિઝ્ઝિયાના પ્રાદેશિક ગવર્નર ઇવાન ફેડોરોવે જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ સાંજે 4 વાગ્યે શહેરમાં બે બોમ્બ પડ્યા હતા, જેના કારણે ઔદ્યોગિક […]

રશિયાનો યુક્રેનની રાજધાની અને અન્ય પ્રદેશો પર મિસાઇલો અને ડ્રોન વડે હુમલો

રશિયાએ યુક્રેન પર રાજધાની અને અન્ય પ્રદેશો પર મિસાઇલો અનેડ્રોન વડે હુમલો કર્યો હતો. યુક્રેને જણાવ્યું હતું કે તેણે રશિયા દ્વારા છોડવામાં આવેલી 21 મિસાઇલોમાંથી છને તોડી પાડી હતી. યુક્રેનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કિવ પ્રદેશમાં એક મહિલા ઘાયલ થઈ હતી, જ્યાં એક ખાનગી મકાનને નુકસાન થયું હતું. ઉત્તરપૂર્વીય સુમી પ્રદેશના સત્તાવાળાઓએ શોસ્ટકા શહેરની […]

રશિયાનો યુક્રેનના ઉર્જા મથકો પર મિસાઈલ અને ડ્રોનનો હુમલો

જ્યારે વિશ્વ ક્રિસમસની ઉજવણીમાં ડૂબી હતી, ત્યારે રશિયાએ મિસાઇલ હુમલાથી યુક્રેનના ઉર્જા માળખાને તબાહ કરી નાખ્યું હતું. જેના કારણે યુક્રેનના અનેક શહેરો અંધકારમાં ડૂબી ગયા છે. રશિયાએ યુક્રેનિયન પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલાથી યુક્રેનમાં થર્મલ પાવર પ્લાન્ટને મોટું નુકસાન થયું હતું. મિસાઈલ હુમલો શરૂ થયા બાદ સ્થાનિક લોકોએ મેટ્રો સ્ટેશન […]

રશિયા સાથેની લડાઈ વચ્ચે ઝેલેન્સકીનો મોટો દાવો; યુક્રેને કિમ જોંગના 3000 સૈનિકોને મારી નાખ્યા

રશિયા સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. 23 ડિસેમ્બરે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાના કુર્સ્ક વિસ્તારમાં રશિયન સેના વતી લડી રહેલા 3000 થી વધુ ઉત્તર કોરિયાના સૈનિકો કાં તો મૃત્યુ પામ્યા છે અથવા ઘાયલ થયા છે. એક રિપોર્ટ અનુસાર ઓગસ્ટની શરૂઆતથી રશિયાએ લગભગ 12,000 […]

રશિયાએ યુક્રેનિયન ઊર્જા કેન્દ્ર પર મોટા પાયે મિસાઈલ હુમલો કર્યોઃ યુક્રેન

યુક્રેને આરોપ લગાવ્યો છે કે, રશિયાએ આજે સવારે યુક્રેનિયન ઊર્જા કેન્દ્ર પર મોટા પાયે મિસાઈલ હુમલો કર્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ આક્ષેપ કર્યો હતો કે રશિયન દળો યુક્રેનની વીજળી પ્રણાલીને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે લાખો નાગરિકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યાં છે. બીજી તરફ રશિયા કહ્યુ છે કે, […]

યુક્રેનની એક ભૂલ તેને નકશામાંથી સાફ કરી નાખશે! પુતિને પરમાણુ હુમલાની ધમકી આપી

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેમણે પરમાણુ બોમ્બના ઉપયોગ પર ઘણા ફેરફારો કર્યા છે. આ અંતર્ગત જો રશિયા પર કોઈપણ મિસાઈલથી હુમલો કરવામાં આવશે તો તે પરમાણુ હુમલો કરતા પણ ખચકાશે નહીં. તેમની તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશ બે વર્ષથી વધુ સમયથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યો છે. […]

યુક્રેન મામલે શાંતિ મંત્રણામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃ પુતિન

ચીન અને બ્રાઝિલ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃ પુતિન યુક્રેન ઉપર રશિયાના પ્રમુખે કર્યાં આકરા પ્રહાર રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022 થી યુદ્ધ ચાલે છે નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તમામ પ્રયાસો છતાં પણ તેને રોકી શક્યું નથી, બલ્કે તે દિવસેને દિવસે વધુ ગંભીર બની રહ્યું […]

રશિયાએ યુક્રેન પર મિસાઈલ હુમલો કર્યો, 51 લોકોના મોત

નવી દિલ્હીઃ રશિયાએ યુક્રેન પર અનેક મિસાઈલ હુમલા કર્યા. આ હુમલામાં 51 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલો યુક્રેનના મધ્ય ભાગમાં સ્થિત એક લશ્કરી શૈક્ષણિક સંસ્થા પર કરવામાં આવ્યો હતો. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ આ સૌથી ઘાતક હુમલાઓમાંનો એક છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ એક પોસ્ટમાં કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code