Site icon Revoi.in

દેશમાં વધુ એક નવી બીમારીની દસ્તક,જાણો આ બીમારી વિશે અને તેના લક્ષણો વિશે પણ

Social Share

તેલંગાણા:હજુ કોરોના સંપૂર્ણ રીતે સમાપ્ત નથી થયો કે ત્યાં દેશમાં વધુ એક બીમારીએ દસ્તક આપી દીધી છે.હૈદરાબાદ સહિત દેશમાં નવી બીમારી ‘Q ફીવર’ નો કહેર જોવા મળી રહ્યો છે.ક્યૂ ફીવરના કેસ વધતા શહેરમાં કસાઈઓને કતલખાનાથી દૂર રહેવાનો આદેશ અપાયો છે.આ સાથે જ તેમને એડવાન્સ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે.જોકે જીએચએમસી મુખ્ય પશુચિકિત્સા અધિકારીએ સ્પષ્ટ કર્યુ કે અત્યારે ગભરાવવાની કોઈ જરૂર નથી કેમ કે અત્યાર સુધી માત્ર અમુક કસાઈ સંક્રમિત થયા છે.

હૈદરાબાદ સ્થિત નેશનલ રિસર્ચ સેન્ટરે સેરોલોજીકલ ટેસ્ટ દ્વારા પુષ્ટિ કરી છે કે 250 માંથી 5 સેમ્પલ બેક્ટેરિયમ કોક્સિએલા બર્નેટીના કારણે ક્યૂ તાવ કસાઈઓમાં જોવા મળ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 5 ટકાથી ઓછુ કસાઈઓમાં જૂનોટિક રોગ જેવા Psittacosis અને Hepatitis E મળી આવ્યા છે. Psittacosis સંક્રમિત પોપટમાંથી માણસોમાં ફેલાય છે.

ડોક્ટરોએ જણાવ્યુ કે સેરોપોઝિટિવ પરીક્ષણથી જાણવા મળે છે કે આ સંક્રમણ વિરુદ્ધ શરીરમાં એન્ટિબોડી હાજર છે. જોકે આનો અર્થ એ નથી કે કસાઈ કોઈ અન્યને પણ સંક્રમિત કરી શકે છે.

આ રોગ ઢોર અને બકરાઓથી ફેલાતો હોવાનું સામે આવ્યું છે.આ જીવાણુ સંક્રમણના કારણે દર્દીઓને તાવ, થાક, માથાનો દુખાવો, છાતીમાં દુખાવો અને ઝાડા જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે.