Site icon Revoi.in

આ દેશમાં ફરી ઈબોલા વાયરસનો કહેર – 2 મહિનામાં 4 દર્દીઓ સંક્રમિત અને તમામના મોત

Social Share

દિલ્હીઃ- જ્યાં વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે, તો કેટલીક જગ્યાએ મંકિપોક્સના કેસો સામે આવી રહ્યા છે આવી સ્થિતિમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના હિંસાગ્રસ્ત પૂર્વીય ક્ષેત્રના ઉત્તર કિવુ પ્રાંતમાં ઈબોલા વાયરસનો કહેર જોવા મળ્યો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ વિસ્તારમાં ઈબોલા વાયરસના શંકાસ્પદ કેસની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉના ઇબોલા વાયરસ રોગચાળાના અંતની જાહેરાત કર્યાના થોડા અઠવાડિયા પછી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ હવે ઇબોલા વાયરસના નવા પ્રકોપની આશંકા વ્યક્ત કરી છે.

એક મીડિયા એહવાલ પ્રમાણે ગયા મહિનાની શરૂઆતમાં દેશમાંથી ઇબોલા મહામારીના અંતની જાહેરાત કરી હતી. જ્યારે બે મહિના પછી, ઉત્તર-પશ્ચિમ વિષુવવૃત્તની નજીક આવેલા પ્રાંતમાં ઇબોલા વાયરસ ફરીથી ઉભરી આવ્યો છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે ઇબોલાના ચાર પુષ્ટિ થયેલા કેસ અને એક શંકાસ્પદ કેસ છે. જે તમામના મોત થવાથી ચિંતાનો વિષય બન્યો છે. WHO અનુસાર, 1976 માં આ રોગની શોધ થઈ ત્યારથી  દેશમાં ઇબોલા વાયરસનો આ 14મો પ્રકોપ છે.

 જો કે હવે આ વિસ્તારના તંત્રની ઊંધ હરામ થઈ છે તેઓને ભય છે કે ઉત્તર કિવુના પૂર્વ વિસ્તારમાં સોમવારે મૃત્યુ પામનાર 46 વર્ષીય મહિલા પણ ઇબોલા વાયરસનો શિકાર હોય શકે છે. ડબ્લ્યુએચઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમની અન્ય બિમારીઓ માટે બેની શહેરની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેમનામાં ઈબોલા વાયરસ રોગ જેવા લક્ષણો જોવા મળ્યા. તેના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.જો કે આ સેમ્પલના રિપોર્ટ બાદ જ આ બાબતે કઈ ચોક્કસ માહિતી મળી શકે છે.

આફ્રિકા માટે ડબ્લ્યુએચઓના પ્રાદેશિક નિર્દેશક, માત્શિદિસો મોએતીએ એક નિવેદનમાં કહ્હયું તું કે ડબ્લ્યુએચઓ પહેલાથી જ આ કેસની તપાસ કરવા અને સંભવિત  આ મહામારી ઊભરી આવવાની નીકળવાની તૈયારી માટે આરોગ્ય અધિકારીઓને સહકાર આપી રહ્યું છે. 

Exit mobile version