Site icon Revoi.in

દિલ્હીમાં મંકીપોક્સનો બીજો શંકાસ્પદ કેસ,કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ જાહેર કર્યું  

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે.દર્દીને દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,વ્યક્તિમાં ત્વચા પર ફોલ્લીઓ અને તાવ જેવા વાયરસના લક્ષણો છે.દર્દીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જો કે હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી.દેશમાં મંકીપોક્સના કુલ ચાર કેસ નોંધાયા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે,શંકાસ્પદ દર્દી વિદેશ પ્રવાસ કરીને પરત ફર્યો છે. દર્દીના સેમ્પલ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવ્યા છે. દિલ્હીથી મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા એક વ્યક્તિએ શરીરના દુખાવાની ફરિયાદ કરી છે.જો કે, તે હજુ પણ નિરીક્ષણ હેઠળ છે.

દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના ચાર કેસ મળી આવ્યા છે.આમાંથી ત્રણ કેરળમાં અને 1 દિલ્હીમાં મળી આવ્યો છે.દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો દર્દી લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલમાં દાખલ છે અને સ્વસ્થ થઈ રહ્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની ત્વચા પર ફોલ્લીઓ અને ઘાને ઠીક થવામાં ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સમય લાગશે.બીજી તરફ મંકીપોક્સના કેસ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ જાહેર કર્યું છે.