Site icon Revoi.in

લાલ કિલ્લામાંથી પ્રાચીન વસ્તુઓ થઈ ગાયબ, ગણતંત્ર દિવસે દર્શાવવામાં આવેલા ટેબ્લોને પણ નુકશાન – કેન્દ્રીય મંત્રી

Social Share

દિલ્હીઃ-કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે લાલ કિલ્લા પરથી કેટલીક પ્રાચીન વસ્તુઓ ગાયબ થઈ છે અને પ્રજાસત્તાક દિન પર દર્શાવવામાં આવેલ ટેબ્લો નુકશાન થયેલી હાલતમાં જોવા મળ્યા છે,ટ્રેક્ટર પરેડના દિવસે ખેડૂતોના એક સમૂહ એ લાલ કિલ્લામાં પ્રવેશ કર્યો હતો.

એક પત્રકાર પરિષદ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિનની ઉજવણી બાદ તમામ ટેબ્લો લાલ કિલ્લાના પરિસરમાં રાખવામાં આવ્યા છે. લોકો તેમને જોવા માટે સાતથી 15 દિવસ સુધી આવી રહ્યા છે. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મેં જોયું કે તેને નુકસાન થયું છે. આમાં સંસ્કૃતિ મંત્રાલયની પ્રતિમાઓ અને રામ મંદિરની પ્રતિમાનો સમાવેશ થાય છે. ખરેખરમાં તમામ ટેબ્લોને નુકસાન થયું હતું.

તેમણે કહ્યું કે હિંસામાં થતા આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે પરંતુ તે કિંમતી પ્રાચીન વસ્તુઓ ખોવાઈ જવાની વાતથી તેઓ ચિંતામાં છે, મંત્રીએ કહ્યું કે પ્રાચીન વસ્તુઓ મૂલ્યવાન છે. આપણે આર્થિક નુકસાનનો અંદાજ લગાવી શકીએ છીએ, પરંતુ પ્રાચીન વસ્તુઓ ગુમાવવાના નુકસાનનો અંદાજ કેવી રીતે લગાવી શકાય? આ એક મોટું નુકસાન છે. અગાઉ પટેલે એએસઆઈ પાસે રિપોર્ટ પણ માંગ્યો હતો, આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો.

સાહિન-