Site icon Revoi.in

સનાતન ધર્મના અપમાન મામલે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરને અનુરાગ ઠાકુરનો અણીયારો સવાલ

Social Share

નાગપુરઃ સનાતન ધર્મનું “અપમાન” કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાનું કેન્દ્રીય આરોગ્યમંત્રી અનુરાગ ઠાકુરે એ જણાવીને  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવ્યા. DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ)ના નેતા ઉધયનિધિ સ્ટાલિનના સનામત ધર્મ અંગેના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. દરમિયાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી હિન્દુ ધર્મ, ભગવત ગીતાજી અને ઉપનિષદો વિશે વાત કરે છે. ત્યારે “સનાતન ધર્મના અપમાન પર વિપક્ષે પોતાનું મૌન તોડવું જોઈએ.”

અનુરાગ ઠાકુરે દાવો કર્યો હતો કે, “વિપક્ષ માત્ર સનાતન ધર્મનું અપમાન કરવામાં વ્યસ્ત છે. આ તેમની માનસિકતા દર્શાવે છે અને સનાતન ધર્મનું અપમાન કરવા માટે એક પછી એક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.” ઈન્ડિયા વિરુદ્ધ ભારત ચર્ચા પર રાહુલ ગાંધીની ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવતા ઠાકુરે કહ્યું કે કેટલાક લોકોને “ડર અને મૂંઝવણ” છે. જૂઠ ફેલાવવાની અને બોલવાની ટેવ છે. આ લોકોએ આખી જિંદગી આ કર્યું છે. બીજી તરફ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી “ગોધરા જેવી” ઘટના બની શકે છે. ઉદ્ધવ ઠાકરેના નિવેદનને લઈને અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, કેટલાક લોકો સત્તાના લોભમાં પોતાની વિચારધારા ભૂલી ગયા છે. જ્યારે સનાતન ધર્મ વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે ત્યારે રાહુલજી અને ઉદ્ધવજીએ એક પણ શબ્દ નથી બોલ્યો. આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા જાન્યુઆરી 2024માં અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ શકે છે.