Site icon Revoi.in

એપલે પોતાના એપ સ્ટોરથી ટ્વિટરને આઉટ કરવાની ધમકી આપી – એલન મસ્કનો આરોપ

Social Share

દિલ્હીઃ- જ્યારથી ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્વિટરની ભાગીદારી ખરીદી લીધી છે ત્યારથી જ ટ્વિટ કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં છે, પહેલા ચ્વિટરની માલિકી હાથછ આવતા જ એલન મસ્કે અનેક લોકોને નોકરીમાંથી હાકી કાઢ્યા જો કે ત્યાર બાદ એલન મસ્કની ખૂબ નિંદા પણ થઈ હતી ,જો કે ત્યાર બાદ વેરિફઆઈડ બ્લૂ ટીકને લઈને મસ્ક ચર્ચામાં આવ્યા ,ત્યારે હવે તેમણે એપલ કંપની પર આપોર લગાવ્યો હોવાની માહિતી સામે આવી છે.

આ વખતે મામલો આઈફોન નિર્માતા એપલનો છે. હકીકતમાં, એલોન મસ્કનો આરોપ છે કે એપલે તેના એપ સ્ટોરમાંથી ‘ટ્વિટર’ હટાવવાની ધમકી આપી છે. મસ્કે કહ્યું કે એપલ ટ્વિટરને બ્લોક કરવા માટે દરેક રીતે દબાણ કરી રહ્યું છે. આઇફોન નિર્માતા કંપનીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરવાનું બંધ કરી દીધું છે.

એલોન મસ્કનો આરોપ છે કે એપલ કન્ટેન્ટ મોડરેશનની માંગ પર ટ્વિટર પર દબાણ કરી રહ્યું છે. એપલ દ્વારા લેવામાં આવેલ કાર્યવાહી અસામાન્ય નથી, કારણ કે અન્ય કંપનીઓ પર પણ નિયમો લાદવાના વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા છે. એ હેઠળ ગેબ અને પાર્લર જેવી એપ્સ હટાવી દીધી છે. 2021 માં એપ દ્વારા તેની સામગ્રી અને સામગ્રી મધ્યસ્થતાને અપડેટ કર્યા પછી પાર્લરને એપલ દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે એપલે અગાઉ એવી કંપનીઓ પાસેથી એપ સ્ટોર વિશેષાધિકારો રદ કર્યા છે જેણે તેની સુરક્ષા નીતિઓ તોડી હતી અથવા હિંસા અને અન્ય સમસ્યારૂપ સામગ્રીનું આયોજન કર્યું હતું.ત્યારે હગવે એપલ એલન મસ્ક સામે પડકાર બની શકે છે.