Site icon Revoi.in

રાત્રે સૂતા પહેલા ત્વચા પર લગાવો આ વસ્તુઓ,શિયાળામાં પણ ત્વચા રહેશે મુલાયમ

Social Share

બદલાતી ઋતુની સાથે ત્વચામાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.જેમાં સ્કિન ડલ,ડેમેજ અને શુષ્કતાની સમસ્યાઓ આ બધામાં સામાન્ય છે.ફાટવાને કારણે ત્વચા પર રેશેઝ અને પિમ્પલ્સની સમસ્યા પણ શરૂ થઈ જાય છે.તેથી, આ સમય દરમિયાન ત્વચાની સંભાળ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ ઋતુમાં જો તમે ત્વચાને કોઈપણ પ્રકારની સમસ્યાથી બચાવવા માંગતા હોવ તો આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.તમારી ત્વચાના કોષોને ઠીક કરવા માટે, રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર આ વસ્તુઓ લગાવો.તો ચાલો જાણીએ તેમના વિશે…

નાળિયેર તેલ

સ્કિનને ફાટવાથી બચાવવા તમે નારિયેળ તેલનો ઉપયોગ શકો છો.તે તમારી ત્વચાની ડ્રાયનેસ દૂર કરવામાં મદદ કરશે.આ સાથે, ત્વચા પણ મોઇશ્ચરાઇઝ્ડ રહેશે.રાત્રે સૂતા પહેલા તમારી ત્વચા પર કોઈપણ ફેસવોશ લગાવો.આ પછી નારિયેળ તેલથી ચહેરા પર માલિશ કરો.આ તમારી ત્વચાને મુલાયમ અને સોફ્ટ બનાવશે.

મધ

તમે મધનો ઉપયોગ ફાટેલી ત્વચાને ઠીક કરવા માટે કરી શકો છો.ત્વચા પર થોડું મધ લગાવીને ત્વચાની માલિશ કરો.5-10 મિનિટ પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો.મધમાં મળતા એન્ટીઓક્સીડેન્ટ્સથી તમારી ત્વચા મોઈશ્ચરાઈઝ થશે.તેનાથી તમારી ત્વચામાં ગ્લો પણ આવશે.

એલોવેરા જેલ

એલોવેરા જેલમાં વિટામિન-સી મળી આવે છે.પિમ્પલ્સ, ખીલ, ડાઘથી રાહત મેળવવા માટે તમે તેને તમારી ત્વચા પર લગાવો.તેનાથી તમારી ત્વચા હાઇડ્રેટ રહેશે અને ત્વચાને પોષણ પણ મળશે.રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલથી ચહેરા પર મસાજ કરો.આ તમારી ત્વચાને મુલાયમ અને સોફટ બનાવશે.

ગ્લિસરીન

ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે તમે ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો.તે તમારા ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.તેને ચહેરા પર લગાવવાથી ચહેરામાં લાંબા સમય સુધી ભેજ જળવાઈ રહે છે.રાત્રે સૂતા પહેલા ત્વચા પર તેની માલિશ કરો.5-10 મિનિટ પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો.

Exit mobile version