Site icon Revoi.in

વાયુસેના માટે 56 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદીને મળી મંજૂરીઃ 16 એરક્રાફ્ટ સ્પેનથી મંગાવાશે 40નું થશે ભારતમાં નિર્માણ

Social Share

દિલ્હીઃ-દેશની સેના હવે વદગુને વધુ મજબૂત બનતી જઈ રહી છે, સરકારના સતત પ્રયત્નો હેછળ ત્રણેય સેનાઓને અનેક સનસાધનોથી સજ્જ કરવામાં આવી રહી છે ત્યારે વિતેલા દિવસે બુધવારના રોજ કેન્દ્રીય કેબિનેટની સુરક્ષા બાબતોની સમિતિએ ભારતીય વાયુસેના માટે 56 સી-295 MW પરિવહન વિમાનોની ખરીદીને મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે ભારતમાં કોઈ ખાનગી કંપની દ્વારા લશ્કરી વિમાન બનાવવામાં આવશે. આ માલવાહક વિમાનો સ્પેનની મેસર્સ એર બસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની પાસેથી ખરીદવામાં આવશે. કંપની કરાર પર હસ્તાક્ષર કર્યા પછી ચાર વર્ષમાં 16 તૈયાર ફ્લાઇટ એરક્રાફ્ટ સપ્લાય કરશે, જ્યારે બાકીના 40 ટાટા કન્સોર્ટિયમ દ્વારા દસ વર્ષના સમયગાળાની અંદર બનાવવામાં આવશે.

આ પહેલો પ્રોજેક્ટ છે જેમાં દેશની ખાનગી કંપની દ્વારા લશ્કરી વિમાનો બનાવવામાં આવશે. આ વિમાનો બનાવવા માટે વપરાતા નાના મોટા ભાગો દેશના સૂક્ષ્મ અને નાના અને મધ્યમ એકમો દ્વારા જ તૈયાર કરવામાં આવશે, વિમાનોના પાછળના ભાગમાં એક રેમ્પ હશે, જે પેરાટ્રૂપર્સ અને પેરાફેર્નિયાના ઝડપી અને સરળ ઉતરાણ માટે પરવાનગી આપે છે. સરકાર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ પ્રોજેક્ટ સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ મજબૂત બનાવશે અને દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો વધારશે. તે જ સમયે, સંરક્ષણ ક્ષેત્રમાં આયાત પર નિર્ભરતા પણ ઘટશે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે મોટાભાગના વિમાનમાં વપરાયેલા ભાગો ભારતમાં જ બનાવવામાં આવશે, જે 600 ઉચ્ચ કુશળ નોકરીઓ પેદા કરશે , 3 હજારથી વધુ પરોક્ષ નોકરીઓ અને વધારાની 3 હજાર મધ્યમ કૌશલ્યની નોકરીઓનું સર્જન કરશે.

આ અત્યાધુનિક વિમાનો ઈન્ડિયન એર ફોર્સના કાફલામાં અપ્રચલિત છે અને તે કાર્ગો વિમાનોની જગ્યા લેશે.અંદાજે પાંચથી 10 ટનની ક્ષમતા ધરાવતા આ વિમાનો અત્યાધુનિક ટેકનોલોજી પર આધારિત હશે અને સ્વદેશી રીતે વિકસિત ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમથી સજ્જ હશે. સરકારનું કહેવું છે કે તેનાથી સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે અને મેક ઇન ઇન્ડિયા જેવી તેની મહત્વાકાંક્ષી યોજનાને પણ પ્રોત્સાહન મળશે.