નવી દિલ્હી 18 જાન્યુઆરી 2026: પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને સરહદી જિલ્લામાં પઠાણકોટમાં એક સરહદ પારથી સશસ્ત્ર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, પોલીસે ત્રણ AK-47 રાઇફલ, બે વિદેશી બનાવટની પિસ્તોલ અને 78 જીવંત કારતૂસ જપ્ત કર્યા છે. સરહદી વિસ્તારના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સંદીપ ગોયલે જણાવ્યું કે, શોધ ખોળ દરમિયાન શસ્ત્રો અને દારૂગોળોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
પ્રતિબંધિત આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલા પાકિસ્તાની નેતા દ્વારા પંજાબમાં આતંક ફેલાવવા માટે સરહદ પારથી આ શસ્ત્રોની દાણચોરી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ શસ્ત્રો લાવનારા અને કોને મોકલવાના હતા તે અંગે વધુ વધુ તપાસ ચાલી રહી છે.

