Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના ઉરીમાં સેક્ટરમાં ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયા., સેનાએ સર્ચ ઓપરેશન હાથ ઘર્યુ

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર સતત આતંકીઓની નજર પર રહેલું રાજ્ય છે,જો કે સેનાના જવાનો દિવસ રાત આતંકીઓના પ્રયત્નો પર નજર રાખઈ રહ્યા છે ત્યારે ફરી સેનાને ઘુસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ સેનાએ અટકાવ્યો છે. આ સાથે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કાશ્મીરમાં જી-20ની બેઠક યોજાવાને કારણે પાકિસ્તાન પોતાની હરકતોને અંજામ આપી રહ્યું છે જો કે સમગ્ર રાજ્યમાં સુરક્ષા પણ વધઝારવામાં આવી છે.

સુરક્ષા દળોએ શનિવારે જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અધિકારીઓએ અહીં આ માહિતી આપી.તેમણે કહ્યું કે બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં આતંકવાદીઓએ સાંજના સમયે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક સૈનિકોએ તેને નિષ્ફળ બનાવ્યો હતો.તેમણે કહ્યું કે સેનાએ ગીચ જંગલ વિસ્તારમાંથી સંભવિત પુનઃપ્રાપ્તિ માટે કોમ્બિંગ શરૂ કરી દીધું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે ગોળીબારની ટૂંકી ઘટના બાદ, પાકિસ્તાન તરફથી એક ‘ક્વોડકોપ્ટર’ ઘટના સ્થળ પર ઉડાવવામાં આવ્યું હતું જેને ભારતીય સેનાના જવાનો દ્વારા  નિશાન બનાવ્યા બાદ પાકિસ્તાનીઓએ ‘ક્વાડકોપ્ટર’ને પરત બોલાવી લીધુ હતું

અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘ક્વાડકોપ્ટર’નો ઉપયોગ આતંકવાદીઓ અને પાકિસ્તાની સેના વચ્ચેની સાંઠગાંઠ અને ઘૂસણખોરીના પ્રયાસો દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા પૂરી પાડવામાં આવતી મદદ સૂચવે છે. ઉલ્લેખનીય છે કે  સતત પાકિસ્તાન આ જી 20 બેઠકને લઈને ઘાટીમાં અશાંતિ બતાવવાનું સતત કાવતરું ઘડી રહ્યું છે. તેને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળો એલર્ટ પર છે. ઉરી સેક્ટરમાં સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે.

શ્રીનગરમાં G-20 સમિટ પહેલા, જમ્મુ અને કાશ્મીર પોલીસના વિશેષ તપાસ એકમે રામબન જિલ્લાના બનિહાલ અને રામસુ ખાતે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ અને OGWsના સાત ઘરો પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી વાઁધાજનક સામગ્રી મળી આવી હતી.