Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં સેનાએ આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યું – મેટાડોરમાંથી  IED મળી આવ્યું

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરને દેશની જન્નમ ગણવામાં આવે છે જો કે અહીની શાંતિ પાકિલ્તાન તથા આતંકવાદીઓથી જોવાઈ રહી નથછી તેઓ સતત અહી શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં લાગેલા હોય છે ,જો કે દેશની સેના તથા પોલીસ સતત પ્રદેશમાં નજર રાખીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નષ્ટ કરી રહી છે ત્યારે આજરોજ જમ્મુ કાશ્મીરના રામબનમાં સેનાએ આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યું હોવાની જાણકારી મળી રહી છે

પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ કાશ્મીર સ્થિતિ રામબનમાં જિલ્લામાં એક  તપાસ દરમિયાન મેટાડોરમાંથી શંકાસ્પદ પોલિથીન બેગ મળી આવી છે. પોલીસ અને સેનાની ટીમ  હાલ ઘટનાસ્થળે છે.જ્યારે આ મેટાડોરની અંદરથી મળેલી બેગની તપાસ કરાઈ ત્યારે જાણવા મશ્યું કે તેમાં મોટી માત્રામાં IED  હતું જે જપ્ત કરાયું છે.

આ સમગ્ર ઘટનાને લઈને પ્રદેશના ડીએસપી હેડક્વાર્ટરે માહિતી આપી છે અને જણાવ્યું  છે કે રામબનથી બટૌટ જતા સ્થાનિક મેટાડોરમાં સર્ચ દરમિયાન એક શંકાસ્પદ પોલિથીન બેગ મળી આવી હતી. જ્યારે બેગની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી IED મળી આવ્યો હતો.આ ઘટના બાદ તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને સ્થળ પર બોલાવવામાં આવી છે. તેને નિષ્ક્રિય કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ ઘટના બનતાની સાથે જ પોલીસ અને સેવના સતલ એક્શનમાં યઆવી છે અને  ઘટના આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન આદરવામાં આવ્યું છે. આ સાથે અન્ય ચેકપોસ્ટ અને ચોક-ચોકડાઓ પર તકેદારી વધારાઈ છે જેથી કરીને કોઈ અઈચ્છનિય ઘટના નબને. ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસે પણ એક ડ્રોન ઘુસણખોરી કરવાની ઘટના સામે આવી હતી,મોટી માત્રામાં હથિયારોનો એક કન્સાઈનમેન્ટ જપ્ત કર્યો હતા. સતત અહી આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવના પ્રયત્નમાં રહેતા હોય છે જો કે સેના પણ તેને મૂહતોડ જવાબ આપી રહી છે.