Site icon Revoi.in

સેનાએ કારગીલમાં પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું

Social Share

શ્રીનગર:ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે સોમવારે કારગીલમાં પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે.રક્ષા પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી.

CRSનું ઉદ્ઘાટન  ફાયર એન્ડ ફ્યુરી કોરના જનરલ ઓફિસર-ઇન-કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ અનિન્દ્ય સેનગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું.

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આ પહેલું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે જે સ્થાનિક વસ્તીની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. લદ્દાખમાં વધુ ચાર CRSની યોજના છે અને નજીકના ભવિષ્યમાં પ્રસારણ સેવાઓ શરૂ કરશે.