Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં સેના એ જૈશના 3 આતંકીઓને કર્યા ઢેર-24 કલાકમાં 9 આતંકવાદીઓનો ખાતમો

Social Share

શ્રીનગરઃ- છેલ્લા 24 કલાકથી જમ્મુ કાશ્મીરનમાં સેના સતત કાર્યરત રહીને આતંકીઓની શાધખોળમાં લાગી છે ત્યારે બુધવારની રાતે જૈશના ત્રણ આતંકીઓ તથા ગુરુવારની સવારે 3 આતંકીઓ અને હવે વિતેલી રાતે થયેલી અથડામણમાં અન્ય જૈશના ત્રમ આતંકીોને ઢેર કરીને સેનાએ મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

આમ કુલ કાશ્મીર ખીણમાં સુરક્ષા દળોએ 24 કલાકની અંદર નવ આતંકવાદીઓને ઠાર કર્યા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ, અનંતનાગ અને શ્રીનગરમાં બુધવાર અને ગુરુવારે ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં જેવાન પોલીસ બસ પર હુમલો કરનાર ત્રણ જૈશ આતંકવાદીઓ સહિત નવ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એમ4, ચાર એકે રાઈફલ્સ અને અન્ય હથિયારો મળી આવ્યા છે.

શ્રીનગર જિલ્લાની બહારના પંથા ચોકમાં ગુરુવારે મધ્યરાત્રિ પછી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયાહોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જો કે, હાલમાં, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખથઈ શકી નથી. આતંકીઓના ગોળીબારમાં ચાર જવાન ઘાયલ થયાની પણ માહીતી  છે. જેમાં ત્રણ પોલીસકર્મી અને એક CRPF જવાનનો સમાવેશ થાય છે.

મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરની  ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે ગોમાંદર મોહલ્લામાં કેટલાક આંતકીઓ સંતાયેલા હોવાની બાતમી મળી હતી જેના આઘાર પર સુરક્ષા દળોની એક ટીમ ઘટનાસ્થળે ગઈ હતી. જે દરમિયાન ટીમ શંકાસ્પદના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી કે અચાનક અંદરથી ગોળીબાર થયો. પ્રારંભિક ગોળીબારમાં ચાર જવાન ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સુરક્ષાદળોને ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી. મોડી રાત સુધી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ હતું.