Site icon Revoi.in

જમ્મુ કાશ્મીર – રાજૌરી એન્કાઉન્ટરમાં શહીદ થયેલા 4 જવાનોને સેનાએ શ્રદ્ધાંજલિ આપી

Social Share

 શ્રીનગર – જમ્મુના રાજૌરી જિલ્લાના કાલાકોટમાં બુધવાના રોજ  સેન અને આતનકીઓ વચ્હે અથડામણ સર્જાઇ હતી આ થયેલા એન્કાઉન્ટરમાં 2 સૈન્ય અધિકારીઓ અને 3 જવાનો શહીદ થયા હતા. ત્યારે આજે શુક્રવારે સેનાએ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા 4 જવાનોને સેન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી  હતી.

રાજૌરી એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોની ઓળખ કેપ્ટન એમવી પ્રાંજલ, કેપ્ટન શુભમ ગુપ્તા, હવાલદાર અબ્દુલ મજીદ, લાન્સ નાઈક સંજય બિષ્ટ અને પેરાટ્રૂપર સચિન લૌર તરીકે થઈ છે. શહીદ હવાલદાર અબ્દુલ મજીદને તેમના ઘરે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે   જમ્મુના રાજૌરી જિલ્લાના કાલાકોટમાં બુધવાર થી ચાલી રહેલા 36 કલાકના ઓપરેશનમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર અને અન્ય એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ ઓપરેશનમાં 2 અધિકારીઓ અને 3 જવાનો શહીદ થયા છે.

સેનાએ આર્મી જનરલ હોસ્પિટલ, રાજૌરી ખાતે પુષ્પાંજલિ સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં ‘જનરલ ઓફિસર કમાન્ડિંગ રોમિયો ફોર્સ’ અને અન્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.